SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકનાં કર્તવ્ય શ્રાવકે શું કરવું જોઈએ? દૈનિક કર્તવ્ય:- (દિવસે શું કરવું જોઈએ?). વહેલાં જાગવું (નવકાર સ્મરણ વિ.), પ્રતિક્રમણ, (સામાયિક), દેવદર્શન, ગુરુવંદન, ગૃહવ્યવસ્થા, વ્યાખ્યાન શ્રવણ, સ્નાનવિધિ, પ્રભુપૂજા (અષ્ટ પ્રકારી), ભોજનવિધિ, સુપાત્રદાન, વ્યાપાર શુદ્ધિ, દેવપૂજન (ધૂપ વિ.), પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધર્મચર્ચા, વડીલોની ભક્તિ. રાત્રિ કર્તવ્ય :- (રાત્રે શું કરવું જોઈએ) ધર્મજાગરણ, સુકૃતની અનુમોદના, દુષ્કતની નિંદા, ચાર શરણ-સ્વીકાર, સાગાર અનશન, અલ્પનિદ્રા, રાત્રિ ચિંતન, (અશુચિ ભાવના) દીક્ષા અંગે મનોરથ સેવન, રાઈ પ્રતિક્રમણ પર્વ કર્તવ્ય :- (પર્વ દિવસે શું કરવું જોઈએ) પૌષધ, ઉપવાસ, દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, જયણા, શાસન પ્રભાવના. ચાતુમાંસિક કર્તવ્ય :- (ચાર માસમાં શું કરવું જોઈએ) વિવિધ નિયમગ્રહણ, દેસાવગાસિક, અતિથિ સંવિભાગ, સામાયિક, વિવિધ તપશ્ચર્યા, નૂતન અધ્યયન, સ્વાધ્યાય, જયણા પાલન. વાર્ષિક કર્તવ્ય :- (પ્રતિવર્ષ શું કરવું જોઈએ) સંઘપૂજન, સાધર્મિક ભક્તિ, યાત્રાત્રિક (રથયાત્રા, જિનયાત્રા, તીર્થયાત્રા) જિનાલયે સ્નાત્ર મહોત્સવ, દેવદ્રવ્યની વૃદ્ધિ, મહાપૂજન, રાત્રિજાગરણ, શ્રુતજ્ઞાન પૂજા-મહોત્સવ, ઉજમણું, શાસનપ્રભાવના, પાપશુદ્ધિ (પ્રાયશ્ચિત્ત આલોચના) પર્યુષણ કર્તવ્ય :- (પર્યુષણમાં શું કરવું જોઈએ) અમારી પ્રવર્તન (જીવદયા), સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠ્ઠમતપ, ચૈત્યપરિપાટી (દરેક દેરાસર જુહારવા). જીવન કર્તવ્ય - (જીવનમાં મૃત્યુ પહેલાં શું કરવું જોઈએ.) જિનાલય બંધાવવું, ગૃહમંદિર રાખવું, જિનબિંબ ભરાવવું, પ્રતિષ્ઠા કરાવવી, દીક્ષા અપાવવી, પદવી અપાવવી, હસ્તલિખિત આગમ લખાવવા, પૌષધશાળા બંધાવવી, પ્રતિભાવહન કરવી, ઉપધાન કરવા, પાલિતાણામાં ચાતુર્માસ કરવું, સંઘ કાઢવો, શત્રુંજયની ૯૯ યાત્રા કરવી, સંઘ રક્ષા માટે પ્રાણ તથા સર્વસ્વ આપવા તૈયાર થવું સમાધિ મરણ કર્તવ્ય :- (મરણ સમયે શું કરવું જોઈએ.) દીક્ષા લેવી જોઈએ, શત્રુંજયમાં મન એકાગ્ર કરવું, ચારેય આહારનો ત્યાગ કરવો, ગુરુ સમક્ષ અતિચાર આલોચવા, સર્વ પાપ વોસિરાવવા, બારવ્રત ગ્રહણ, દુષ્કતની નિંદા, સુકૃતની અનુમોદના, ચાર શરણ સ્વીકાર, સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના, નવકાર મહામંત્રનું સ્મરણ. s
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy