SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ગ્રન્થકારની પ્રશસ્તિ - યતિજિતકલ્પવૃત્તિ વિગેરે ગ્રંથોના રચનાર પાંચમા શિષ્ય શ્રી માધુરત્નસૂરિ એવા થયા કે જેઓએ હસ્તાવલંબન દઈને સંસારરૂપ કૂપથી બુડતા મારા જેવા શિષ્યોનો ઉદ્ધાર કર્યો. श्रीदेवसुन्दरगुरोः पट्टे श्रीसोमसुन्दरगणेन्द्राः । युगवरपदवी प्राप्तस्तेषां शिष्याश्च पञ्चैते ॥७॥ પૂર્વોક્ત પાંચ શિષ્યોના ગુરુ શ્રી દેવસુંદરસૂરિના પાટે યુગવર પદવીને પ્રાપ્ત થયેલા શ્રી સોમસુંદરસૂરિ થયા. અને તેઓને પણ પાંચ શિષ્યો થયા હતા. मारीत्यवमनिराकृतिसहस्रनामस्मृतिप्रभृतिकृत्यैः । श्रीमुनिसुन्दरगुरवश्चिरन्तनाचार्यमहिमभृतः ।।८। પૂર્વાચાર્યના મહિમાને ધારણ કરનારા, સંતિક સ્તોત્ર રચીને મરકીના રોગને દૂર કરનારા, સહસ્રાવધાન વિગેરે કાર્યોથી ઓળખાતા, એવા શ્રી મુનિસુંદરસૂરિ પ્રથમ શિષ્ય હતા. श्रीजयचन्द्रगणेन्द्राः निस्तन्द्राः संघगच्छकार्येषु । श्रीभुवनसुन्दरवराः दूरविहारैर्गणोपकृतः ॥९॥ સંઘનાં, ગચ્છનાં, કાર્યો કરવાને અપ્રમાદી બીજા શિષ્ય શ્રી જયચંદ્રસૂરિ થયા અને દૂર દેશાવરોમાં વિહાર કરીને પણ પોતાના ગચ્છને પરમ ઉપકાર કરનારા ત્રીજા શિષ્ય શ્રી ભુવનસુંદરસૂરિ થયા. विषममहाविद्यातद्विडम्बनाब्धौ तरीव वृत्तिर्यैः । विदधे यत् ज्ञाननिधिं मदादिशिष्या उपाजीवन् ॥१०॥ જે ભુવનસુંદરસૂરિ ગુરુએ વિષમ મહાવિદ્યાઓની વિટંબનારૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવનારી નાવડીની જેમ વિષમપદની ટીકા કરી છે. એવા જ્ઞાનનિધાન ગુરુને પામીને મારા જેવા શિષ્યો પણ પોતાનું જીવિત સફળ કરે છે. एकांगा अप्येकादशांगिनश्च जिनसुन्दराचार्याः । निर्गन्था ग्रन्थकृतः श्रीमज्जिनकीर्तिगुरवश्च ॥११॥ તપશ્ચર્યા કરવાથી એકાંગી (એકવડીયા શરીરવાળા) છે છતાં પણ અગિયાર અંગના પાઠી ચોથા શિષ્ય શ્રી જિનસુંદરસૂરિ થયા; અને નિર્ગથપણાને ધારણ કરનારા, ગ્રંથોની રચના કરનારા પાંચમા શિષ્ય શ્રી જિનકીર્તિસૂરિ થયા. एषां श्रीसुगुरूणां प्रसादतः षट्खतिथिमिते वर्षे । श्राद्धविधिसूत्रवृत्तिं व्यधत्त श्री-रत्नशेखरः सूरिः ॥१२॥ પૂર્વોક્ત પાંચ ગુરુઓનો પ્રસાદ પામીને સંવત ૧૫૦૬ ના વર્ષે આ શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ શ્રી રત્નશેખરસૂરિએ કરી.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy