SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ સુધી, મોટા સંગ્રામમાં પડે તો સાંઈઠ હજાર વર્ષ સુધી, ગાય છોડાવવાને માટે દેહ ત્યાગ કરે તો એંશી હજાર વર્ષ સુધી શુભગતિ ભોગવે અને અંતકાળે અનશન કરે તો અક્ષયગતિ પામે છે. પછી સર્વ અતિચારના પરિવારને માટે ચારે શરણરૂપ આરાધના કરે. દશે દ્વાર રૂ૫ આરાધના એ રીતે કહી છે કે ૧. અતિચારની આલોયણા કરવી, ૨. વ્રતાદિ ઉચ્ચરવાં, ૩. જીવોને ખમાવવા, ૪. ભાવિતાત્મા એવો શ્રાવક અઢાર પાપસ્થાનકને વોસિરાવે, ૫. અરિહંત આદિ ચારે શરણ સ્વીકારવાં, ૬, કરેલા દુષ્કતની નિંદા કરવી. ૭. કરેલા શભ કર્મોની અનુમોદના કરવી. ૮. શુભભાવના ભાવવી, ૯. અનશન આદરવું, અને ૧૦. પંચપરમેષ્ઠિનવકાર ગણવા. એવી આરાધના કરવાથી જો તે જ ભવમાં સિદ્ધ ન થાય તો પણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય જ; કારણ કે સાત અથવા આઠ ભવ કરે તેથી વધારે ન કરે એવું આગમવચન છે. હવે પ્રકરણનો ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિનું ફળ કહે છે. एअं गिहिधम्मविहिं, पइदिअहं निव्वहंति जे गिहिणो । इहभवि परभवि निव्वुई-सुहं लहुं ते लहंति धुवं ॥१७॥ एवं गृहिधर्मविधिं प्रतिदिवसं निर्वहन्ति ये गृहिणः । इह भवे परभवे निर्वृतिसुखं लधु ते लभन्ते ध्रुवम् ॥१७॥ આ ઉપર કહેલ દિનકૃત્ય આદિ છ ધારવાળો શ્રાવકનો જે ધર્મવિધિ તેને નિરંતર જે શ્રાવકો સમ્યક પ્રકારે પાળે તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે. તથા પરલોકે સાત-આઠ ભવની અંદર સુખના હેતુભૂતપણે સુખની પરંપરા રૂપ મુક્તિસુખ તત્કાળ જરૂર પામે છે. તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત “શ્રાદ્ધવિધિ પ્રકરણની” ‘શ્રાદ્ધવિધિકૌમુદી' ટીકામાં છઠ્ઠો જન્મકૃત્ય પ્રકાશ સમાપ્ત થયો.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy