SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ दंसण १, वय २, सामाइय ३, पोसह ४, पडिमा ५, अबंभ ६, सचित्ते ७ । આમ ૮, પ્રેસ , દિવ્રુવન્ના ૨૦, સમીપૂ ૨૨, મ મ શા ૧. પહેલી દર્શનપ્રતિમા તે રાજાભિયોગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાના પ્રમુખ ચાર ગુણે કરી સહિત એવા સમકિતને ભય, લોભ, લજ્જા આદિ દોષવડે અતિચાર ન લગાડતાં એક માસ સુધી પાળવું અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂપ જાણવી. ૨. વ્રતપ્રતિમા તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે રૂપ જાણવી. ૩. ત્રીજી સામાયિકપ્રતિમા તે ત્રણ માસ સુધી ઉભયકાળ પ્રમાદ તજી બે ટંક સામાયિક કરવું તથા પૂર્વે કહેલ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે રૂપ જાણવી. ૪. ચોથી પૌષધપ્રતિમા તે પૂર્વોક્ત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વતિથિએ અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરવો તે રૂપ જાણવી. ૫. પાંચમી પડિમા નામની પ્રતિમા એટલે કાયોત્સર્ગપ્રતિમા તે પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સહિત પાંચ માસ સુધી સ્નાન વર્જી, રાત્રિએ ચઉવિહાર પચ્ચખાણ કરવું, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા કાછડી છૂટી રાખી ચાર પર્વતિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરિષહ-ઉપસર્ગથી ન ડગમગતાં આખી રાત સુધી કાઉસ્સગ્ન કરવો તે રૂપ જાણવી. હવે કહીશું તે સર્વ પ્રતિમામાં પૂર્વોક્ત પ્રતિમાની ક્રિયા સાચવવી પડે તે જાણી લેવું. ૬. છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા તે છ માસ સુધી નિરતિચાર બ્રહ્મચર્ય પાળવું તે રૂપ જાણવી. ૭. સાતમી સચિત્તપરિહાર પ્રતિમા તે સાત માસ સુધી સચિત્ત વર્જવું તે રૂપ જાણવી. ૮. આઠમી આરંભપરિહાર પ્રતિમા તે આઠ માસ સુધી પોતે કાંઈપણ આરંભ ન કરવો તે રૂપ જાણવી. ૯. નવમી પ્રેષણપ્રતિમા તે નવ માસ સુધી પોતાના નોકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે રૂપ જાણવી. ૧૦. દશમી ઉદિષ્ટપરિહારપ્રતિમા તે દસ માસ માથું મુંડાવવું અથવા ચોટલી જ રાખવી, નિધાનમાં રાખેલા ધન સંબંધી કોઈ સ્વજન સવાલ કરે તો તે જાણમાં હોય તો દેખાડવું અને ન હોય તો હું જાણતો નથી એમ કહેવું, બાકી ગૃહકૃત્ય તજવું, તથા પોતાના માટે તૈયાર કરેલો આહાર પણ ભક્ષણ કરવો નહીં તે રૂપ જાણવી. ૧૧. અગિયારમી શ્રમણભૂતપ્રતિમા તે અગિયાર માસ સુધી ઘર આદિ છોડવું, લોચ અથવા મુંડન કરાવવું, ઓઘો, પાત્રો આદિ મુનિવેષ ધારણ કરવો, પોતાની આધીનતામાં રહેલાં ગોકુળ વગેરેને વિષે વાસ કરવો, અને પ્રતિમવાદક્ષાયશ્રમ પાસ@ાય fમક્ષ સત્ત એમ કહી સાધુની માફક આચાર પાળવો પણ ધર્મલાભ શબ્દ ન ઉચ્ચારવો તે રૂપ જાણવી. આ રીતે અગિયાર શ્રાવક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy