SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ ઉદયન રાજા તથા જીવિતસ્વામિની પ્રતિમાનું દૃષ્ટાંત. કુમારનંદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતો હતો. એક વખતે પંચશેલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પોતાનો પતિ વિદ્યુમ્ભાળી ચવ્યો ત્યારે ત્યાં આવી, પોતાનું રૂપ દેખાડી કુમારનંદીને વ્યામોહ પમાડ્યો. • કુમારનંદી ભોગની પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે “પંચશેલ દ્વીપમાં આવ” એમ કહી તે બન્ને જણીઓ ચાલી ગઈ. પછી કુમાર નંદીએ રાજાને સુવર્ણ આપી પડહ વજડાવ્યો કે, “જે પુરુષ મને પંચશૈલ કીપે લઈ જાય તેને હું ક્રોડદ્રવ્ય આપું.” પછી એક વૃદ્ધ ખલાસી હતો તે કોટિ દ્રવ્ય લઈ, તે પોતાના પુત્રોને આપી, કુમારનંદીને વહાણમાં બેસાડી સમુદ્રમાં બહુ દૂર ગયો અને પછી કહેવા લાગ્યો કે, “આ વડવૃક્ષ દેખાય છે તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તળેટીએ થયેલ છે. એની નીચે આપણું વહાણ જાય ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચશેલ દ્વીપથી આ વડ પર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તું પોતાના શરીરને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઊડી જતાં ભાખંડ પક્ષીની સાથે તું પણ પંચશેલ દ્વીપે પહોંચી જઈશ, આ વહાણ તો મોટા ભમરમાં સપડાઈ જશે.” પછી નિર્ધામકના કહેવા પ્રમાણે કરી કુમાર નંદી પંચશેલ દીપ ગયો. ત્યારે હાલા-પ્રહાસાએ તેને કહ્યું કે, “તારાથી આ શરીરવડે અમારી સાથે ભોગ કરાય નહીં. માટે અગ્નિપ્રવેશ વગેરે કર.” એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હસ્તસંપુટમાં બેસાડી ચંપાનગરીના ઉદ્યાનમાં મૂક્યો. પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણો વાર્યો તો પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો. અને મરણ પામી પંચશેલ દ્વીપનો અધિપતિ વ્યંતર દેવતા થયો. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે દીક્ષા લઈ કાળ કરી બારમા અય્યત દેવલોકે દેવતા થયો. એક વખતે નંદીશ્વર કીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા-પ્રહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે “તું પડહ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગ્યો; એટલામાં પડહ તેને ગળે આવીને વળગ્યો. કોઈપણ ઉપાયે તે પડહ છૂટો પડે નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યો. જેમ ઘુવડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો. ત્યારે નાગિલ દેવતાએ પોતાનું તેજ સંહરીને કહ્યું કે “તું મને ઓળખે છે ?” વ્યંતરે કહ્યું “ઇન્દ્ર આદિ દેવતાઓને કોણ ઓળખે નહીં ?” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબોધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું “હવે મારે શું કરવું ?” દેવતાએ કહ્યું, હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા કરાવ, એમ કરવાથી તને આવતે ભવે બોધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા જોઈ મહાહિમવંત પર્વતથી આવેલા ગોશીષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી. પછી પ્રતિષ્ઠા કરી, સર્વાગે આભૂષણો પહેરાવી તેની પુષ્પાદિ વસ્તુવડે પૂજા કરી અને જાતિવંત ચંદનના ડાભડામાં રાખી. પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા અને તે વહાણના ખલાસીને કહ્યું કે “તું આ પ્રતિમાનો ડાબડો સિંધુ સૌવીર દેશમાંના
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy