SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શ્રાદ્ધવિધિ પ્રકરણ : છઠ્ઠો પ્રકાશ પૂજાના વહીવટ માટે ચોવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા. વાભટ્ટ મંત્રીના ભાઈ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચા શકુનિકાવિહાર નામે પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ઘડી સુવર્ણનો બનાવેલો કલશ શકુનિકાવિહાર ઉપર ચઢાવ્યો. તથા સુવર્ણમય દંડ ધ્વજા વગેરે આપ્યાં અને માંગલિક દીપને અવસરે બત્રીશલાખ દ્રમ્મ યાચકજનોને આપ્યા. પહેલાં જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિ રાજાએ પણ પહેલાં નેવ્યાસી હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા અને નવાં જિનમંદિર તો છત્રીસ હજાર કરાવ્યાં, આ રીતે કુમારપાળ, વસ્તુપાળ વગેરે ધર્મિષ્ઠ લોકોએ પણ નવા જિનમંદિર કરતાં જીર્ણોદ્ધાર જ ઘણા કરાવ્યા. તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ. - જિનમંદિર તૈયાર થયા પછી વિલંબ ન કરતાં પ્રતિમા સ્થાપન કરવી. શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે બુદ્ધિશાળી પુરુષે જિનમંદિરમાં જિનબિંબની શીધ્ર પ્રતિષ્ઠા કરાવવી. કેમકે એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તુરત ત્યાં આવી વસે છે અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિ જ થતી જાય છે. મંદિરમાં તાંબાની કુંડીઓ. કળશ, ઓરસીઓ, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપ તથા શક્તિ પ્રમાણે મંદિરનો ભંડાર કરી તેમાં રોકડ નાણાં તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જો મંદિર કરાવનાર હોય તો તેણે ભંડારમાં ઘણું નાણું તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઈએ. જેમકે માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ટમય ચૈત્યને ઠેકાણે પાષાણમય જિનમંદિર બંધાવવું શરૂ કરાવ્યું પણ તે દુર્દેવથી મરી ગયો. તે પછી એકસો પાંત્રીસ થયા ત્યારે સિદ્ધરાજ જયસિંહના દંડાધિપતિ સજ્જનમંત્રીએ ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રદેશની ઉપજ સત્તાવીસ લાખ દ્રમ્મ આવી હતી તે ખરચી જિનપ્રાસાદ પૂરો કરાવ્યો. સિદ્ધારાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય સર્જન પાસે માગ્યું ત્યારે તેણે કહ્યું મહારાજા ! ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યનો સંગ્રહ કરી રાખ્યો છે” પછી સિદ્ધરાજ ત્યાં આવ્યો અને નવું સુંદર જિનમંદિર જોઈ હર્ષ પામી બોલ્યો કે આ મંદિર કોણે બનાવ્યું ? સજ્જને કહ્યું, “મહારાજા સાહેબે કરાવ્યું. આ વચન સાંભળી સિદ્ધરાજ બહુ જ અજબ થયો. પછી સજ્જને જેમ બની તેમ સર્વ વાત કહીને અરજ કરી કે “આ સર્વે મહાજનો આપ સાહેબનું દ્રવ્ય આપે છે તે લ્યો; અથવા જિનમંદિર કરાવ્યાનું પુણ્ય જ લ્યો. આપની મરજી હોય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્ય જ ગ્રહણ કર્યું અને તેને નેમિનાથજીના મંદિર ખાતે પૂજાની વ્યવસ્થા માટે ગામ આપ્યાં. તેમજ જીવિતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું હતું. પછી અનુક્રમે ઉદાયન રાજાએ પ્રતિમાની પૂજાની વ્યવસ્થા માટે બારહજાર ગામ આપ્યાં. તે વાત નીચે પ્રમાણે છે. ઉદાયન રાજા તથા જીવિતસ્વામિની પ્રતિમાનું વૃત્તાંત. ચંપાનગરીમાં સ્ત્રી લંપટ એવો એક કુમારનંદી નામનો સોની રહેતો હતો. તે પાંચસો સોનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસો સ્ત્રીઓની સાથે ઈર્ષાવાળો તે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy