SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચિત વિદ્યાનું ગ્રહણ. ૩૦૧ શબ્દ તેના સાંભળવામાં આવ્યો. તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે ધન લઈ તે મહેલ વિક્રમરાજાને આપ્યો. વિક્રમરાજા તે મહેલમાં ગયો અને પડું કે? પડું કે? એવો શબ્દ સાંભળતા જ રાજાએ કહ્યું પડ કે; તુરત જ સુવર્ણ પુરુષ પડ્યો. વગેરે. વળી વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલી શ્રી મુનિસુવ્રત સ્વામિના સૂપના મહિમાથી કોણિક રાજા પ્રબળ સેનાનો ધણી હતો. તથાપિ તે વિશાળાનગરીને બાર વર્ષમાં પણ લઈ શક્યો નહિ. ભ્રષ્ટ થયેલા કૂલવાલકના કહેવાથી જ્યારે તેણે સ્તૂપ પાડી નંખાવ્યો ત્યારે તે જ વખતે નગરી તાબામાં લીધી. આ રીતે જ એટલે જેમ ઘરની યુક્તિ કહી તે પ્રમાણે દુકાન પણ સારો પાડોશ જોઈ, ઘણું જાહેર નહિ તથા ઘણું ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી એજ સારું છે. કેમકે તેથી જ ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. દ્વિતીયદ્વાર ઉચિત વિદ્યાનું ગ્રહણ. ત્રિવર્ગસિદ્ધિનું કારણ એ પદોનો સંબંધ બીજા દ્વારમાં પણ લેવાય છે તેથી એવો અર્થ થાય છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું, વ્યાપાર વગરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કેમ કે જેને કળાઓનું શિક્ષણ ન મળ્યું હોય તથા તેમનો અભ્યાસ જેણે ન કર્યો હોય તેને પોતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા યોગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવો પડે છે. જેમકે કાલિદાસ કવિ પહેલાં તો ગાયો ચારવાનો ધંધો કરતો હતો. એક વખત રાજાની સભામાં તેણે સ્વસ્તિક એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણો ધિક્કારાયો. પછી દેવતાને પ્રસન્ન કરી મોટો પંડિત તથા કવિ થયો. ગ્રંથ સુધારવામાં ચિત્રસભા-દર્શનાદિ કામોમાં જે કળાવાનું હોય તે જો કે પરદેશી હોય તો પણ વાસુદેવાદિની માફક સત્કાર પામે છે. કેમ કે પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી; કારણ કે રાજા પોતાના દેશમાં જ પૂજાય છે અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે. | સર્વ કળાઓ શીખવી. કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી સર્વે કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. તેમ ન કરે તો કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે ગટ્ટટ્ટ પણ શીખવું, કારણ કે શીખેલું નકામું જતું નથી તેમના પ્રસાદથી ગોળ અને તુંબડું ખવાય છે. સર્વે કળાઓ આવડતી હોય તો પહેલાં કહેલા આજીવિકાના સાત ઉપાયોમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય. તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વે કળાઓનો અભ્યાસ કરવાની શક્તિ ન હોય તો શ્રાવકપુત્રે આલોકમાં સુખે નિર્વાહ અને પરલોકમાં શુભગતિ થાય એવી એક કળાનો પણ સમ્યક પ્રકારે અભ્યાસ જરૂર કરવો. વળી કહ્યું છે કે શ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે, હાલના જીવ ઓછી બુદ્ધિના છે, માટે એવું કાંઈક શીખવું કે જે થોડું અને સારું કાર્ય સાધી શકે એટલું હોય. આ લોકમાં
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy