SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ : છઠ્ઠો પ્રકાશ ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહીં પણ જેમાં સૂર્યનો ઉદય થાય છે તે પૂર્વ દિશા ન જાણવી. તેમજ બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય તે કરતાં વધુ પણ ઉચિત આપી તેમને રાજી રાખવા પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને ઠગવા નહિ. એટલામાં પોતાના કુટુંબાદિનો સુખે નિર્વાહ થાય અને લોકમાં પણ શોભા વિગેરે દેખાય તેટલો જ વિસ્તાર (લાંબાં-પહોળા) ઘર બંધાવવામાં કરવો. સંતોષ ન રાખતાં વધારે જ વિસ્તાર કરવાથી નાહક ધનનો વ્યય અને આરંભ વગેરે થાય છે. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત (પ્રમાણવાળા) કારવાળું જ જોઈએ. કેમ કે ઘણાં બારણાં હોય તો દુષ્ટ લોકોની આવ-જાવ ઉપર નજર ન રહે અને તેથી સ્ત્રી ધન વગેરેનો નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત (પ્રમાણવાળા બારણાનાં પણ પાટિયાં, ઉલાળો, સાંકળ, ભૂંગળ વગેરે ઘણાં મજબૂત કરવાં તેથી ઘર સુરક્ષિત રહે છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘાડાય એવાં જોઈએ અને તેવી સ્થિતિમાં હોય તો સારાં નહિ તો અધિક અધિક જીવ વિરાધના થાય અને જવું-આવવું વગેરે કાર્ય જેટલું તરત જ થવું જોઈએ તેટલું ઊંઘ ન થાય. ભીંતમાં રહેનારી ભૂંગળ કોઈ પણ રીતે સારી નહિ કારણ કે તેથી પંચેન્દ્રિય વગેરે જીવોની પણ વિરાધના થવાનો સંભવ છે. એવાં કમાડ પણ વાસવાં હોય તો જીવજંતુ વગેરે બરાબર જોઈને વાસવાં. આ રીતે જ પાણીની પરનાળ, ખાળ વગેરેની પણ યથાશક્તિ યતના રાખવી. ઘરનાં પરિમિત બારણાં રાખવાં વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે. લક્ષ્મી વાસ. જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, આખું દળ (પાષાણ, ઈટ અને લાકડાં) નવું હોય, ઘણાં બારણાં ન હોય, ધાન્યનો સંગ્રહ હોય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેનો છંટકાવ થતો હોય, લાલ પડદો, વાળવું વગેરે સંસ્કાર હંમેશાં થતા હોય, નાના-મોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યના કિરણ અંદર આવતાં ન હોય, દીપક પ્રકાશિત રહેતો હોય, રોગીઓની ચાકરી ઘણી સારી રીતે થતી હોય, અને થાકી ગયેલા માણસનો થાક દૂર કરાતો હોય તે ઘરમાં લક્ષ્મી વાસ કરે છે. આ રીતે દેશ, કાળ, પોતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ સ્નાત્ર, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારા મુહૂર્ત તથા શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જોવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી. વિધિપૂર્વક બંધાયેલા ઘરના લાભ અંગે દષ્ટાંતો. એમ સંભળાય છે કે ઉજજયિની નગરીમાં દાંતાક નામના શેઠે અઢાર ક્રોડ સોનૈયા ખરચી વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળો મહેલ તૈયાર કરાવ્યો. તેને તૈયાર થતાં . બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયો ત્યારે રાત્રીએ પડું કે? પડું કે? એવો
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy