SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પંચમ પ્રકાશ તેનું આ તીર્થ છે એવા વૃદ્ધજનોના વચનથી પેથડશેઠે છપ્પન ધડી પ્રમાણ સુવર્ણ આપી ઇન્દ્રમાળા પહેરી અને વાચકોને ચાર ધડી પ્રમાણ સુવર્ણ આપી તીર્થ પોતાનું છે એમ સિદ્ધ કર્યું. આ રીતે જ પહેરામણી, નવી ધોતીઓ, જાતજાતના ચંદરવા, અંગલૂછણાં, દીપક, તેલ, ઉંચું ચંદન, કેસરભોગ વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુઓ દરવર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી વેલ બુષ્ટિની રચના, સર્વાગનાં આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવવડે મહાપૂજા તથા રાત્રિજાગરણ કરવા. જેમ એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એકલાખ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવીને મનગમતો લાભ થવાથી બાર વર્ષે પાછો આવ્યો ત્યારે હર્ષથી એક ક્રોડ રૂપિયા ખરચી જિનમંદિરે મહાપૂજા વગેરે ઉત્સવ કર્યો. શ્રુતજ્ઞાનની આરાધના. તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂર આદિ વસ્તુવડે, સામાન્ય પૂજા તો ગમે ત્યારે બની શકે તેમ છે. મૂલ્યવાન વસ્ત્ર વગેરે વસ્તુવડે વિશેષ પૂજા તો દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવા યોગ્ય છે. તેમ કરવાની શક્તિ ન હોય તો જઘન્યથી વર્ષમાં એકવાર તો અવશ્ય કરવી જ. આ વાત જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાન ભક્તિદ્વારમાં વિસ્તારથી કહીશું. તેમજ નવકાર, આવશ્યકસૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણામાં જઘન્યથી એક ઉજમણું તો દરવર્ષે થયાવિધિ જરૂર કરવું. કેમકે ઉજમણું કરવાથી માણસોની લક્ષ્મી સારે સ્થાનકે જોડાય, તપસ્યા પણ સફળ થાય અને નિરંતર શુભધ્યાન, ભવ્યજીવોને સમકિતનો લાભ, જિનેશ્વર મહારાજની ભક્તિ તથા જિનશાસનની શોભા થાય એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું. તે નવા બનાવેલા જિનમંદિરે કળશ ચઢાવવા સમાન, ચોખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મૂકવા સમાન અથવા ભોજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે. ઉદ્યાપન મહોત્સવ. શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે નવકાર લાખ અથવા ક્રોડવાર ગણી જિનમંદિરે સ્નાત્રોત્સવ, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે ઘણા આડંબરપૂર્વક કરવું. લાખ અથવા ક્રોડ ચોખા, અડસઠ સોનાની અથવા રૂપાની વાટકિયો, લેખણો તથા રત્નો, મોતી, પરવાળાં, નાણું, તેમજ નાળિયેર વગેરે અનેક ફળો, જાતજાતના પકવાન્નો, ધાન્યો તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનાર, ઉપધાન વહેવા આદિ, વિધિસહિત માળા પહેરી આવશ્યકસૂત્રનું ઉજમણું કરનાર, ગાથાની સંખ્યા માફક એટલે પાંચસોચુંમાલિશ પ્રમુખ મોદક; નાળિયેર, વાટકિયો વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકનાં ઉજમણાં કરનાર, સોનૈયા વગેરે વસ્તુ રાખી લાડવા આદિ વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણાં કરનારા ભવ્યજીવો પણ હાલના કાળમાં દેખાય છે. માળા પહેરવી એ મોટું ધર્મકૃત્ય છે. કેમકે નવકાર, ઇરિયાવહી ઇત્યાદિ સૂત્રો શક્તિ પ્રમાણે તથા વિધિ સહિત ઉપધાન વહ્યા વિના ભણવા-ગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે. શ્રુતની આરાધના ,
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy