SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદ્રવ્યની વૃદ્ધિ. ૨૮૭ કુમારપાળે કાઢેલા સંઘમાં સુવર્ણરત્નાદિમય અઢારસો ચુમ્મોતેર (૧૮૭૪) જિનમંદિર હતા. થરાદમાં પશ્ચિમ મંડળિક નામે પ્રસિદ્ધ એવા આભુ સંઘવીની યાત્રામાં સાતસો (૭૦૦) જિનમંદિર હતાં, અને તેણે યાત્રામાં બાર ક્રોડ સોનૈયાનો વ્યય કર્યો. પેથડ નામા શ્રેષ્ઠીએ તીર્થનાં દર્શન કર્યા ત્યારે અગિઆર લાખ રૂપામય ટંકનો વ્યય કર્યો, અને તેના સંઘમાં બાવન દેરાસર અને સાત લાખ માણસ હતાં. વસ્તુપાળ મંત્રીએ કરેલી સાડીબાર યાત્રાઓ પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનું સ્વરૂપ કહ્યું છે. સ્નાત્ર મહોત્સવ. તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાત્રોત્સવ કરવો. તેમ કરવાની શક્તિ ન હોય તો દરેક પર્વને વિષે કરવો, તેમ પણ ન કરી શકાય તો વર્ષમાં એક વાર તો અવશ્ય સ્નાત્રોત્સવ કરવો. તેમાં મેરૂની રચના કરવી. અષ્ટમાંગળિકની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું તથા ઘણા બાવનાચંદન, કેશર, સુગંધી પુષ્પો અને ભોગ વગેરે સકળ વસ્તુનો સમુદાય એકઠો કરવો. સંગીત આદિની સામગ્રી સારી રીતે તૈયાર કરવી. રેશમી વસ્ત્રમય મહાધ્વજા આપવી અને પ્રભાવના વગેરે કરવી. સ્નાત્રોત્સવમાં પોતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શક્તિ વડે ધનનો વ્યય વગેરે કરી સર્વ આડંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાને માટે પ્રયત્ન કરવો. સંભળાય છે કે પેથડશેઠે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્ર મહોત્સવને અવસરે છપ્પન ધડી પ્રમાણ સુવર્ણ આપી ઈન્દ્રમાળ પહેરી. અને તેણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક જ સુવર્ણમય ધ્વજા આપી. તેના પુત્ર ઝાંઝણ શેઠે તો રેશમી વસ્ત્રમયધ્વજા આપી. આ રીતે સ્નાત્રોત્સવનું સ્વરૂપ કહ્યું છે. દેવદ્રવ્યની વૃદ્ધિ. - દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દરેક વર્ષે માળોઘટ્ટન કરવું. તેમાં ઈન્દ્રમાળા અથવા બીજી માળા દર વર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માળોદ્ઘટ્ટન થયું ત્યારે વાભટ્ટ મંત્રી વગેરે સમર્થ લોકો ચારલાખ, આઠલાખ ઇત્યાદિ સંખ્યા બોલવા લાગ્યા. તે સમયે સોરઠદેશનો મહુવાનો રહીશ પ્રાગ્વાટ હંસરાજ ધારૂનો પુત્ર જગડુ મલિન શરીરે મલિન વસ્ત્ર પહેરી - ઓઢીને ત્યાં ઉભો હતો. તેણે એકદમ સવાઝોડની રકમ કહી. આશ્ચર્યથી કુમારપાળરાજાએ પૂછયું. ત્યારે તેણે કહ્યું કે મારા પિતાએ નૌકામાં બેસી દેશ-દેશાંતર વ્યાપાર કરી, ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવાક્રોડ સોનૈયાની કિંમતના પાંચ માણિક્ય રત્ન ખરીદ્યાં અને અંત વખતે મને કહ્યું કે “શ્રી શત્રુંજય, ગિરનાર અને દેવપટ્ટન એમાં નિવાસ કરનારા ભગવાનને એકેક રત્ન તારે આપવું અને બે રત્ન પોતાને માટે રાખવાં.” પછી જગડુશાએ તે ત્રણે રત્નો સુવર્ણજડિત કરી શત્રુંજયનિવાસી ઋષભદેવ ભગવાનને, ગિરનારવાસી શ્રી નેમિનાથજીને તથા દેવપટ્ટણવાસી શ્રી ચંદ્રપ્રભપ્રભુને કંઠાભરણ તરીકે આપ્યાં. એક વખતે શ્રી ગિરનારજી ઉપર દિગંબર તથા શ્વેતામ્બર એ બંનેના સંઘ સમકાળે આવી પહોંચ્યા. અને બન્ને જણાએ અમારું તીર્થ કહી ઝઘડો કરવા માંડ્યો. ત્યારે જે ઇન્દ્રમાળા પહેરે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy