SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ શુભ પ્રસંગે પણ આવ્યા નહિ.” એટલે રાજાએ માણસ મોકલીને કહેવડાવ્યું કે તમે કેમ આવ્યા નહિ? ભદ્રબાહુસ્વામીએ જણાવ્યું કે કોઇનું મરણ કહેવું વ્યાજબી નથી પણ જ્યારે ખોટી રીતે જૈનધર્મની નિંદા થાય છે તો કહું છું કે “રાજકુમારનું આયુષ્ય અલ્પ છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે તેમ તેનું ગ્રહબળ હોવાથી ખોટા આશીર્વાદ આપી જુઠા બનવું તે વ્યાજબી નથી માટે આવ્યો નથી. બન્યું પણ એમજ કે રાજાએ ઘણા પ્રયત્નથી બિલાડી દ્વારા રક્ષા કર્યા છતાં દરવાજાના આગડીયારૂપ લોહમય બીલાડીથી આચાર્યે કહેલ સમયે રાજકુમારનું મૃત્યુ થયું. આ ઉપરાંત બીજી પણ વરાહમિહિરના જ્યોતિષના જ્ઞાનમાં સ્કૂલના બતાવી. આથી તે વધુ જૈનધર્મ દ્રષી થયો અને અંતે મરી વ્યંતર થઈ સંઘમાં તેણે મરકીનો ઉપદ્રવ કર્યો અને તે ઉપદ્રવને શ્રી ભદ્રબાહુસ્વામીએ “ઉવસગ્ગહરં સ્તોત્ર બનાવી શાંત કર્યો. આ રીતે વરાહમિહિરની જેમ ધર્મઢષી ધર્મ પામી શકતો નથી. ૩. મૂર્ખ તે (સિદ્ધાંતના અને ગુરુના) વચનના ભાવાર્થનો અજાણ. ગામડાના કુલપુત્ર જેવો, ધર્મને અયોગ્ય છે. ગ્રામીણ કુલપુત્ર : કોઈ એક કણબીનો પુત્ર સ્વગૃહેથી રાજાની ચાકરી કરવા નીકળ્યો. ત્યારે તેની માતાએ તેને શિખામણ આપી કે, “રાજ-સેવાર્થે વિનય કરવો.” ત્યારે તેણે પૂછ્યું કે- “વિનય એટલે શું?” માતાએ શીખવ્યું કે, “નીચું જોઈને ચાલવું અને રાજાની મરજીને અનુસરવું, જુહાર કરવા.” આ વચન અંગીકાર કરીને તે કણબીનો પુત્ર ગ્રામાંતરે નોકરી માટે ચાલ્યો. માર્ગમાં મૃગલાં પકડવા છૂપાઈને ઊભા રહેલા શિકારીઓને દૂરથી જોઈ તેણે મોટે સ્વરે પ્રણામ કર્યા. તેના અવાજથી મૃગલા નાસી ગયાં. તેથી તેઓએ તેને માર્યો, ત્યારે કહેવા લાગ્યો કે, “મારી માતાએ મને શીખવ્યું હતું, તેથી મેં એમ કર્યું.” ત્યારે શિકારીઓ બોલ્યા કે, “તું મૂર્ખ છે, આવા પ્રસંગે છાનામાના આવવું.” તે શિકારીઓના વચનને યાદ રાખીને ત્યાંથી આગળ જતાં માર્ગમાં ધોબી લોકોને જોઇને નીચો વળી છુપાતો છુપાતો ચાલવા લાગ્યો, જેથી ધોબીઓએ તેને ચોર સમજીને માર્યો. ત્યારે તેણે પ્રથમ બનેલી સાચી હકીકત કહી સંભળાવી, તેથી તેમણે તેને શીખવ્યું કે, “આવા પ્રસંગે તો ધોવાઈને સાફ થાઓ' એમ બોલાતા જવું.” ત્યાંથી આગળ ચાલતાં કેટલાક બી વાવનાર ખેડૂતો વાદળ સામે જોતા હતા, તેઓને જોઇને તે “ધોવાઈને સાફ થાઓ” એમ બોલ્યો; ત્યારે તેઓએ તેને અપશુકનની ભ્રાંતિથી માર્યો, ત્યાં પણ ખરી હકીકત કહેવાથી ખેડૂતોએ શીખવ્યું કે, “મૂર્ખ આવા પ્રસંગે તો બહુ થાઓ બહુ થાઓ' એમ બોલવું.”, આ વચનને મનમાં ધારી (ગ્રહણ કરી) તે આગળ ચાલ્યો, આગળ જતાં જતાં એક ગામમાં કોઇક મરણ પામેલાના શબને ઉપાડી રોતા જતા લોકોને જોઈને તે બોલ્યો કે, “બહુ થાઓ-બહુ થાઓ' તે વખતે તે લોકોએ પણ અપશુકનિયાળ સમજી તેને માર્યો, તેમની પાસે પણ સર્વ બનેલી બીના તેણે કહી, જેથી તેઓએ શિખામણ આપી કે, “આવા પ્રસંગે તો “આવું ન થાઓ' એમ બોલવું.”
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy