SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વસેનનો ભવ રહી તેમાં દૂષણ ન લાગે તે માટે પૂરતી કાળજી રાખવા લાગ્યો. આ વાત વિશ્વભૂતિ ત્રિદંડીએ સાંભળી અને તેથી તે પોતાના ઉપાસકને ફરી પોતાનો કરવા મલયાપુર નગરમાં આવ્યો. ત્યાં આવી તેણે ઘોર તપશ્ચર્યા અને મંત્ર તંત્રથી નગરના લોકોને ખેંચવા માંડ્યા. ૫ નગરનાં ઘણાં લોકો તેના દર્શને ગયા. સમ્યક્ત્વની મલિનતાના ભયે રાજા ન ગયો. છેવટે થાકી વિશ્વભૂતિએ રાજાને કહેવરાવ્યું કે ‘પૂર્વ પરિચયનો આમ જલદી અંત આવી ગયો ? મળવામાં કે વાતચિતમાં શું નુકશાન થશે ?' રાજા દાક્ષિણ્યતાથી ગયો એટલે ત્રિદંડીએ અનેક ચમત્કાર અને મંત્રો શિખવ્યા, રાજા લોભાયો અને તેને પૂર્વનો કુદૃષ્ટિરાગ સ્ફૂર્યો. સમકિત વમી નાંખ્યું અને પહેલાં કરતાં પણ વધુ વિશ્વભૂતિનો ભક્ત બન્યો એટલું જ નહિ પણ જૈનધર્મ અને ગુરુની નિંદામાં તત્પર થયો અને ધર્મ હારી ગયો. આ રીતે દૃષ્ટિરાગી ધર્મ પાળી શકતો નથી. વિશ્વસેનના ભવ પછી બીજા ભવે ધન શ્રેષ્ઠિનો પુત્ર સુભગ થયો ત્યાં વિષયરાગથી ધર્મને હારી જઇ ત્રીજા ભવે ગૃહપતિનો પુત્ર સિંહ, ચોથા ભવે જિનદત્તસૂતા જિનશ્રી, પાંચમાં ભવે ધનંજય પુત્ર કુબેર, છટ્ઠા ભવે ધનાઢ્યનો પુત્ર કુબેર, અને સાતમા ભવે શ્રેષ્ઠિપુત્ર સોમદત્ત થઇ ક્રોધ, માન, માયા, લોભથી સમ્યક્ત્વરત્ન હારી ગયો. ત્યારપછી ધનશ્રેષ્ઠિના સુત સુંદરના ભવમાં હિંસાથી, મણિભદ્રના ભવમાં મૃષાવાદથી, રોહિણી શ્રાવિકાના ભવમાં વિકથાથી હારતાં હારતાં પુંડરિકના ભવમાં સર્વવિરતિધર થઇ ચૌદપૂર્વ ભણ્યો. ત્યારપછી સિંહવિક્રમ, ભાનુકુમાર, ઈન્દ્રદત્ત થઇ સર્વાર્થ સિદ્ધમાં જઇ બલિનરેન્દ્ર થયો. અને બલિનરેન્દ્ર થયા પછી કુવલયચંદ્ર કેવળી પાસેથી પોતાનો વૃતાન્ત સાંભળી ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામ્યો અને આજે ગુણ નિષ્પન્ન નામથી મને ભુવન ભાનુકેવળી કહે છે, ‘હે રાજા ! જિનશાસનને હું શરણે થયો તેથી મારો નિસ્તાર થયો તેમ તારો પણ તેથી નિસ્તાર થશે.' છેવટે ચંદ્રમૌલિ રાજાએ કેવળી ભગવંત પાસે દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામ્યો. ૨. ધર્મદ્વેષી પણ ભદ્રબાહુ સ્વામિના ગુરુભાઇ વરાહમિહિરની જેમ ધર્મને અયોગ્ય છે. તે પ્રસંગ આ પ્રમાણે છે. વરાહમિહિરની કથા ઃ ભદ્રબાહુ અને વરાહમિહિર બન્ને જ્ઞાતિએ બ્રાહ્મણ અને સગા ભાઇ હતા. વૈરાગ્ય પામી બન્ને જણાએ શ્રી યશોભદ્રસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ગુણી અને યોગ્ય માની યશોભદ્રસૂરિ મહારાજે ભદ્રબાહુ સ્વામીને પોતાના પટ્ટધર સ્થાપ્યા. આ કારણથી અને ચારિત્રના ભગ્ન પરિણામથી વરાહમિહિર ચારિત્રનો ત્યાગ કરી જૈનધર્મનો દ્વેષી થયો. દીક્ષા છોડ્યા બાદ જ્યોતિષશાસ્ત્રથી પોતાનો નિર્વાહ કરવા લાગ્યો તેમાં તેણે સારી પ્રસિદ્ધિ મેળવી અને વરાહમિહિરસંહિતા જેવા જ્યોતિષ ગ્રંથો પણ રચ્યા. એકદા રાજાને ત્યાં પુત્ર જન્મ્યો, બધા આશીર્વાદ આપવા ગયા, વરાહમિહિર પણ ગયો. ભદ્રબાહુસ્વામીએ સાધુ આચારને ઉચિત ન હોવાથી તેમ ન કર્યું. વરાહમિહિરને જૈનધર્મનો દ્વેષ હોવાથી તેણે રાજાના કાન ભંભેર્યા અને કહ્યું કે “જૈન સાધુઓ વ્યવહારશૂન્ય છે, કે જેથી આવા
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy