SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પષધવ્રતના ભેદો અને તેની વિધિ ૨૬૭ મુહપત્તિ પુંછણું, ચણિયો, કાંચળી અને ઓઢેલું વસ્ત્ર પડિલેહવું. પછી સ્થાપનાચાર્યની પડિલેહણા કરી, પૌષધશાળા પ્રમાજીને એક ખમાસમણ દઈ ઉપાધિ મુહપત્તિનું પડિલેહણ કરી, એમ ખમાસમણ દઈ મંડળીમાં ઢીંચણ ઉપર બેસી સઝાગ કરે. પછી વાંદણાં દઈને પચ્ચખાણ કરે. બે ખમાસમણ દઈ ઉપધિ પડિલેહવા આદેશ માગી વસ્ત્ર, કાંબળી વગેરે પડિલેહીને જો ઉપવાસ કર્યો હોય તો સર્વ ઉપધિને છેડે પહેરવાનું વસ્ત્ર પડિલેહે. શ્રાવિકા તો પ્રભાતની માફક ઉપધિનું પડિલેહણ કરે. સાંજનો સમય થાય ત્યારે પથારી સંબંધી અંદર તથા બાહિર બાર બાર માત્રાની તથા સ્પંડિલની . ભૂમિ પડિલેહે. પછી દેવસી પડિક્રમણ કરીને યોગ હોય તો સાધુની સેવા કરી એક ખમાસમણ દઈ પોરસી થાય ત્યાં સુધી સઝાય કરે. પોરસી પૂરી થાય ત્યારે એક ખમાસમણ દઈચ્છી રે [ સંસિદ માવાનું વધુ પવિત્ર પરિણિ સારું સંથાર, મિ એમ કહે. પછી દેવ વાંદી શરીરે મળમૂત્રની શંકા હોય તો તપાસી સર્વે બહારની ઉપાધિ પડિલેહે. ઢીંચણ ઉપર સંથારાનો ઉત્તરપટ્ટ મૂકીને જ્યાં પગ મૂકવા હોય ત્યાં ભૂમિ પ્રમાર્જીને ધીરે ધીરે પાથરે ત્યારબાદ ડાબા પગવડે સંથારાને સ્પર્શીને મુહપત્તિ પડિલેહી, નિસપ્તિ એ પદ ત્રણવાર બોલી નમો ઘમાસમUTIVાં ગુનાદિ નિષ્ફળા એમ કહેતો સંથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર મ અંતે સામા કહે, પછી આ ચાર ગાથા કહે. अणुजाणह परमगुरु, गुरुगुणरयणेहिं भूसिअसरीरा । बहु पडिपुन्ना पोरिसि, राई संथारए ठामि ॥१॥ अणुजाणह संथारं, बाहुवहाणेण वामपासेण । कुक्कुडिपायपसारण-अतरंत पमज्जए भूमिं ॥२॥ संकोइय संडासं, उवटुंते अ कायपडिलेहा । दव्वाईउवओंग, ऊसास निरंभणालोए ॥३॥ जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए । आहारमुवहिदेहं, सव्वं तिविहेण वोसिरिअं ॥४॥ એ ચાર ગાથા કહી “ચત્તાકર મંડા” વગેરે ભાવના ભાવીને નવકારનું સ્મરણ કરતો, ચરવળા વગેરેથી શરીરને સંથારા ઉપર પ્રમાર્જીને ડાબે પાસે બાહુ ઓશિક લઈને સુવે. જો શરીરચિંતાએ જવું પડે તો સંથારો બીજાને સંઘટાવીને માવઠ્ઠ કરી પહેલાં જોઈ રાખેલ શુદ્ધભૂમિમાં કાયચિંતા કરે. પછી ઈરિયાવહિયા કરી ગમણાગમણ આલોઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સક્ઝાય કરીને નવકારનું સ્મરણ કરતો પૂર્વની માફક સુઈ રહે. રાત્રિને પાછલે પહોરે જાગૃત થાય ત્યારે ઇરિયાવહી પડિક્કમિને કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કરે પછી ચૈત્યવંદન કરી, આચાર્ય વગેરેને વાંદી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સઝાય કરે.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy