SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ - તૃતીય પ્રકાશ - સૂર્યના ઉદય વખતે જે તિથિ હોય તેજ તિથિ પ્રમાણ કરવી. એમ જો ન કરે તો બીજી કરવા છતાં (સૂર્યોદય વખતે જે તિથિ ન હોય તે પ્રમાણ કરે તો) આણાભંગ થાય, અનવસ્થા દોષ લાગે, મિથ્યાત્વ દોષ લાગે, વિરાધક થાય. પારાસરી સ્મૃતિમાં પણ કહેલ છે કે :____ आदित्योदयवेलायां । या स्तोकापि तिथिर्भवेत् । सा संपूणेति मंतव्या प्रभूता नोदयं વિના આ સૂર્યના ઉદય વખતે જે થોડીપણ તિથિ હોય તે સંપૂર્ણ છે એમ માનવી. બીજી તિથિ ઘણો વખત ભોગવતી હોય તો પણ ઉદય વખતે ન હોવાથી માનવી નહિ. વળી પણ ઉમાસ્વાતિ વાચકના વચનનો એવો પ્રઘોષ સંભળાય છે કે :क्षये पूर्वा तिथिः कार्या । वृद्धौ कार्या तथोत्तरा ।श्रीवीरज्ञान निर्वाणं । कार्यं लोकानुगेरिह ક્ષય થાય તો પહેલી તિથિ કરવી (પાંચમનો ક્ષય હોય તો ચોથની પાંચમ માનવી.) વૃદ્ધિ થાય તો પાછળની તિથિ માનવી (બે પાંચમ વગેરે આવે તો પાછળની એટલે બીજી પાંચમ માનવી) ફક્ત શ્રી મહાવીર સ્વામીનું નિવણ કલ્યાણક (એટલે દિવાળી) લોકને અનુસરીને સકળ સંઘે કરવું. જિનકલ્યાણકાદિ પર્વોની આરાધના. બે-ત્રણ કલ્યાણક જે દિવસે હોય તે તો વિશેષ પર્વતિથિ જાણવી. સંભળાય છે કે સર્વે પર્વતિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછયું કે “હે સ્વામિનું! આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ ક્યું?” ભગવાને કહ્યું, “હે મહાભાગ ! જિનરાજનાં પાંચ કલ્યાણકોથી પવિત્ર થયેલી માગશર શુદિ અગીયારસ (મૌન અગીયારસ) આરાધવા યોગ્ય છે. આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ એરવત મળી દશ ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે સર્વ મળી પચાસ કલ્યાણક થયાં.” પછી કૃષ્ણ મૌન, પૌષધોપવાસ વગેરે કરીને તે દિવસની આરાધના કરી. તે પછી “જેવો રાજા તેવી પ્રજા” એવો ન્યાય હોવાથી સર્વ લોકોમાં “એ એકાદશી આરાધવા યોગ્ય છે” એવી પ્રસિદ્ધિ થઈ. પર્વતિથિએ વ્રત પચ્ચકખાણ વગેરે કરવાથી મોટું ફળ મળે છે. કેમકે તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. આગમમાં કહ્યું છે કે - પ્રશ્ન :- હે ભગવાન્ ! બીજ વગેરે તિથિઓને વિષે કરેલું ધર્માનુષ્ઠાન શું ફળ આપે છે? ઉત્તર :- હે ગૌતમ ! બહુ ફળ થાય છે. કેમકે પ્રાયે આ પર્વતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે માટે જાતજાતની તપસ્યા તથા ધર્માનુષ્ઠાન કરવાં. કે જેથી શુભ આયુષ્ય ઉપાર્જન કરાય. પ્રથમથી જ આયુષ્ય બંધાયેલું હોય તો પાછળથી ઘણુંએ ધર્માનુષ્ઠાન કરવાથી પણ તે ટળતું નથી. જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરણીને હણી, તેનો ગર્ભ જૂદો પાડી પોતાના ખભા તરફ દૃષ્ટિ કરતાં નરક ગતિનું આયુષ્ય ઉપાધર્યું. પાછળથી તેને ક્ષાયિકસમ્યકત્વ થયું તો પણ તે આયુષ્ય ટળ્યું નહીં.
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy