SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ ઉગતી કે આથમતી તિથિ માનવી. दो सासय जत्ताओ, तत्थेगा होइ धितमासंमि । अठ्ठाहिआआई महिमा, बीआ पूण अस्सिणे मासे ॥ एआओ दोवि सासय, जत्ताओ करंति सव्व देवावि । नंदिसरम्मि खयरो, नराय निअएसु ठाणेसु ॥२॥ બે શાશ્વતી યાત્રાઓ છે. તેમાં એક તો ચૈત્રમાસની અટ્ટાઈની હોય છે. અને બીજી આસો મહિનાની અટ્ટાઈની હોય છે. તેમાં દેવતાઓ અઠ્ઠાઈ મહોત્સવાદિ કરે છે. એ શાશ્વતી યાત્રાઓ સર્વ દેવતાઓ કરે છે. વિદ્યાધરો પણ નંદીશ્વરદ્વીપ ઉપર યાત્રા કરે છે. અને મનુષ્યો પોતાને સ્થાનકે યાત્રા કરે છે. (પોતાથી જઈ શકાય એવા સ્થાપનાતીર્થની યાત્રાઓ કરે છે.) અશાશ્વતી અઠ્ઠાઈઓ વિષે. तह चउमासिअतिगं । पज्जो सवणाय तहय इय छक्कं ॥ जिण जम्म दिख्खव केवल । निव्वाणाईसु असासइआ ॥३॥ તેમજ ત્રણ ચોમાસાની અઠ્ઠાઈઓ અને પશુષણની અટ્ટાઈ એ બધી મળી છ અઠ્ઠાઈઓ તથા તીર્થકરોના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક અને નિર્વાણકલ્યાણકની અાઈઓમાં નંદીશ્વરની યાત્રા કરે છે. પણ એ અઠ્ઠાઈઓ અશાશ્વતી સમજવી. જીવાભિગમમાં તો એમ કહેવું છે કે तत्थ बहवे भवणवइ वाणमंतर जोइस वेमाणिआ देवा तिहिं चउमासिएहिं पज्जोसवणाएअ अट्ठाहिआओ महामहिमाओ करित्तित्ति ॥ ત્યાં ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ ત્રણ ચોમાસાની અને પજુસણની અઠ્ઠાઈઓમાં મહામહિમા કરે છે. ઉગતી કે આથમતી તિથિ માનવી. તિથિ તો પ્રભાતે પચ્ચકખાણ વેળાએ જે હોય તે જ પ્રમાણે થાય છે કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયના અનુસારે જ દિવસાદિનો વ્યવહાર છે. કહે છે કે : चउम्मासिअ वरिसे । पख्खिअ पंचट्ठमिसु नायव्वा । ताओ तिहिओ जासिं । उदेइ सुरो न મન્ના | ચોમાસી, વાર્ષિક, પાખી, પાંચમ, આઠમની તિથિઓ તેજ પ્રમાણ થાય કે જેમાં સૂર્યનો ઉદય થતો હોય. બીજી તિથિ માન્ય થાય જ નહિ. पूआ पच्चख्खाणं । पडिक्कमणं तहय निअमगहणं च, जीए उदेइ सुरो । तीइतिहीएउ कायव्वं ॥ પૂજા, પચ્ચકખાણ, પડિક્રમણ તેમજ નિયમ ગ્રહણ તેજ તિથિમાં કરવો, કે જે તિથિમાં સૂર્યનો ઉદય થયો હોય (ઉદય વખત હોય તેજ તિથિ આખો દિવસ પણ માન્ય થઈ શકે છે.) उदयंमि जा तिहि सा । पमाणंमि अरिइ कीरमाणीए । आणाभंगण वथ्था । मिच्छत विराहण પાવે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy