SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન પછીના કૃત્યાકૃત્ય. ૨૩૫ પવિત્ર અને ભોજન કરેલા લોકોએ આદરથી પીરસેલું અન્ન એકાંતમાં જમણો સ્વર વહેતો હોય ત્યારે ખાવું. ભોજન કરતી વેળાએ મૌન કરવું. તથા શરીર વાંકુંચૂંકું ન રાખવું અને પ્રત્યેક ખાવા યોગ્ય વસ્તુ સૂંઘવી કેમકે, તેથી દૃષ્ટિદોષ ટળે છે. ઘણું ખારૂં, ખાટું, ઘણું ઉનું તથા ઘણું ઠંડું અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું. અતિશય મીઠી વસ્તુ ન ખાવી. તથા રુચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી. અતિશય ઉનું અન્ન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્ન ઇન્દ્રિયોની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રોને વિકાર કરે અને અતિશય ચિકણું અન્ન ગ્રહણીને (કોઠામાંની છઠી કોથળી) બગાડે. કડવા અને તીખા આહારથી કફનો, તૂરા અને મીઠા આહારથી પિત્તનો, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુનો તથા ઉપવાસથી બાકીના રોગોનો નાશ કરવો. જે પુરુષ શાકભાજી બહુ ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણી વસ્તુ સેવે બહુ પાણી ન પીએ અજીર્ણ વખતે ભોજન ન કરે, લઘુનીતિ કે વડીનીતિની શંકા ન હોય ત્યારે, ચાલતાં ખાય નહીં, અને ખાધેલું પચ્યા પછી અવસરે ભોજન કરે, તેને શરીરે રોગ કદાચ થાય તો બહુ જ થોડો થાય. નીતિના જાણ પુરુષો પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી જેવું ભોજન ઇચ્છે છે, ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા. મધ્યે પાતળા, ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા તથા અંતે કડવા અને તીખારસ ભક્ષણ કરવા. પુરુષે પહેલા પાતળા રસ, મધ્ય કડવા રસ અને અંતે આછા પાતળા રસનો આહાર કરવો તેથી બળ અને આરોગ્ય જળવાય છે. પાણી કેમ અને ક્યારે પીવું? ભોજનની શરૂઆતમાં જળ પીએ તો અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તો રસાયન માફક પુષ્ટિ આપે અને અંતે પીએ તો વિષ માફક નુકશાન કરે. માણસે ભોજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાયેલા હાથે એક પાણીનો કોગળો દરરોજ પીવો. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું, એઠું રહેલું પણ ન પીવું. તથા ખોબેથી પણ ન પીવું. કેમકે પાણી પરિમિત પીવું તે જ હિતકારી છે. ભોજન કરી લીધા પછી ભીને હાથે બે ગાલને, ડાબા હાથને અથવા નેત્રોને સ્પર્શ ન કરવો. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથ લગાડવા. ભોજન પછીના કૃત્યાકૃત્ય. બુદ્ધિશાળી પુરુષે ભોજન કરી રહ્યા પછી કેટલીક વાર સુધી શરીરનું મર્દન, મળમૂત્રનો ત્યાગ, ભાર ઉપાડવો, બેસી રહેવું, નહાવું વગેરે કરવું નહીં. ભોજન કર્યા પછી તુરત બેસી રહે તો પેટ મેદથી જાડું થાય, ચત્તો સૂઈ રહે તો બળની વૃદ્ધિ થાય, ડાબે પાસે સુઈ રહે તો આયુષ્ય વધે અને દોડે તો મૃત્યુ સામે આવે, ભોજન કરી રહ્યા પછી તુરત બે ઘડી ડાબે પાસે સૂઈ રહેવું
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy