SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ ભોજન કરવાથી અજીર્ણ, ઓકારી, જાલાબ તથા મરણ વગેરે પણ થોડી વારમાં થાય છે. કેમ કે, હે જીભ ! તું ભક્ષણ કરવાનું અને બોલવાનું માપ રાખ કારણ કે અતિશય ભક્ષણ કરવાનું અને અતિશય બોલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભ! જો તું દોષ વિનાનું તથા પરિમિત ભોજન કરે અને જો દોષ વિનાનું તથા પરિમિત બોલે તો કર્મરૂપ વીરોની સાથે લડતા એવા જીવથી તને જ જયપત્રિકા મળશે એમ નક્કી જાણ. હિતકારી, પરિમિત અને પરિપકવાન્ન ભક્ષણ કરનારો, ડાબે પાસે શયન કરનારો, હંમેશા ફરવા-હરવાની મહેનત કરનારો, વિલંબ ન લગાડતાં મળ-મૂત્રનો ત્યાગ કરનારો અને સ્ત્રીઓની બાબતમાં પોતાનું મન વશમાં રાખનારો પુરુષ રોગને જીતે છે. હવે ભોજન કરવાનો વિધિ વ્યવહારશાસ્ત્રના અનુસારે નીચે પ્રમાણે જાણવો :ભોજન વિધિ. અતિશય પ્રભાતકાળમાં, તદન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભોજન ન કરવું. ભોજન કરતી વખતે અન્નની નિંદા ન કરવી. ડાબા પગ ઉપર હાથ પણ ન રાખવો. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઇ બીજા હાથે ભોજન ન કરવું. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષ નીચે કોઈ કાળે ભોજન કરવું નહીં. તથા ભોજન કરતી વખતે અંગૂઠા પાસેની આંગળી ઊભી ન રાખવી. મોં, કપડાં અને પગ ધોયા વિના, નગ્નપણે, મેલા કપડાં પહેરીને તથા ડાબો હાથ થાળીને લગાડ્યા વિના ભોજન કરવું. એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરુષે ભોજન કરવું નહીં. પગમાં પગરખાં પહેરીને, ચિત્ત ઠેકાણે રાખ્યા વિના, કેવળ જમીન ઉપર જ અથવા પલંગ ઉપર બેસીને, ખૂણાઓમાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન ઉપર બેસીને ભોજન કરવું નહીં. આસન ઉપર પગ રાખીને, તથા શ્વાન, ચંડાળ અને પતિત લોકોની નજર પડતી હોય તેવી જગ્યાએ ભોજન કરવું નહીં. તેમજ ભાંગેલા અથવા મલિન વાસણમાં ભોજન કરવું નહીં. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થયેલું, ગર્ભહત્યા વગેરે કરનાર લોકોએ જોએલું, રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલું તથા ગાય, શ્વાન, પક્ષી વગેરે જીવોએ સુંઘેલું એવું અન્ન ખાવું નહીં. જે ભક્ષ્ય વસ્તુ ક્યાંથી આવી તેની ખબર ન હોય તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહીં. એક વાર રાંધેલું અન્ન ફરી વાર ઉનું કર્યું હોય તો તે પણ ન ખાવું. તથા ભોજન કરતી વેળાએ “બચ બચ” એવો શબ્દ અથવા વાંકુંચૂંકું મોં કરવું નહીં. કેવું ભોજન કરવું. ભોજન કરતી વખતે આસપાસ રહેલા લોકોને ભોજન કરવા બોલાવીને પ્રીતિ ઉપજાવવી. પોતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથ સરખું, પહોળું અને ઘણું નીચું ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પોતાની માસી, માતા, બહેન અથવા સ્ત્રી વગેરે લોકોએ રાંધેલું તથા
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy