SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ તેની સર્વ વિદ્યાઓ પ્રતિવિદ્યાઓ મુકી નિષ્ફળ કરી. છેવટે કુમારે વિદ્યાધરેન્દ્ર સામે જોયું તો ચારે બાજુ વિદ્યાધરેન્દ્ર રાજા સિવાય તેને કાંઈ ન દેખાયું કુમારે ચારે બાજુ બાણો ફેંકયાં. ચંદ્રચૂડે મુગર લઈ વિદ્યાધરના મુખ્યરૂપ ઉપર પ્રહાર કર્યો કે તુર્ત તેની બહુરૂપ ધારણ કરનાર મહાવિદ્યા નાસી ગઈ. વિદ્યાધરેન્દ્ર તેની સાથે જ ભાગ્યો અને કુમારનો જય જયારવ થયો. કુમાર અને દેવતા આવાસે આવ્યા. હંસીએ આવતાં વેત “હે ક્ષમાશીલ, દયાળુ પરદુઃખભંજન કુમાર ! તમે જયવંતા વર્તો, મારે કાજે તમે જે ઘોર કષ્ટ અને યાતના સહન કરી છે તેની મને ક્ષમા આપજો' કુમારે કહ્યું “હે પક્ષી શરણાગતની રક્ષા કરવી એ વીરપુરુષોની ફરજ છે. પણ મનુષ્યભાષાએ બોલનાર હે પશિ ! તું કોણ છે ? અને તારૂં સ્વરૂપ શું છે, તે કહે,” હંસી કહેવા લાગી. “હે કુમાર રથનપૂર નગરનો તરૂણીમૃગાંક નામે સ્ત્રીલંપટ વિદ્યાધર રાજા છે. એક વખત તે આકાશ માર્ગે જતો હતો તેવામાં તેણે કનકપુરીમાં હીંચકા ખાતી અશોકમંજરી નામે કન્યાને જોઈ. અને જોતાં જ તે મુગ્ધ બન્યો અને અશોકમંજરીને હીંચકા સાથે ઉપાડી શબરસેના અટવીમાં લાવ્યો. ત્યાં તેણે અશોકમંજરીને કહ્યું કે, “તું બીશ નહિ, હું તને મારી પ્રાણપ્રિયા બનાવવા ઇચ્છું છું.” કુંવરી કાંઈ પણ બોલી શકી નહિ. વિદ્યાધરે માન્યું કે સમય જતાં ઠેકાણે આવશે એમ માની તેનું રૂપ પરાવર્તન કરી તાપસકુમાર બનાવી ત્યાં રાખ્યો. અહિ તમારો તાપસકુમાર સાથે સમાગમ થયો અને વિશ્વાસથી તાપસકુમારે તમને વાત કરે તેટલામાં તો તેણે પવન વિતુર્વી તેને ઉપાડ્યો અને ધમકાવી તેને કહેવા લાગ્યો, “હું તારી ઉપર આટલો પ્રેમ રાખું છું છતાં તું મારો તિરસ્કાર કરે છે અને આ રત્નસારકુમાર સાથે પ્રેમથી વાતો કરતી હતી અશોકમંજરીએ ધર્ય ધારણ કરી કહ્યું “હે વિદ્યાધરેન્દ્ર બળાત્કારે પ્રેમ સધાતો નથી.' વિદ્યાધરને ઘડીકવાર ક્રોધ ચઢ્યો પણ તુર્ત ભૂલીને તેણે અશોકમંજરીને મનુષ્યભાષા બોલનારી હંસી બનાવી. આ વાતની બધી જાણ વિદ્યાધરની સ્ત્રી કમલાને થઈ, તેને ઈર્ષા ઉપજી અને તેથી તેણે એક વખત સમય જોઈ હંસીને છોડી મુકી. તે હંસી ત્યાંથી શરણાર્થી આપના ખોળામાં આવી પડી અને વિદ્યાધરથી બચાવવાની તેણે આપની પાસે માગણી કરી. હે કુમાર ! તે મનુષ્યભાષા બોલનાર હંસી હું પોતે છું.” - તિલકમંજરી પોતાની બહેનનો વૃત્તાંત સાંભળી ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી અને બોલી “તે આ બધું દુઃખ શી રીતે સહન કર્યું? આ તિર્યચપણું તને પ્રાપ્ત થયું અને તે શી રીતે દૂર થશે ?' તિલકમંજરી વિલાપ કરે છે તેવામાં ચંદ્રચૂડદેવે હંસી ઉપર પાણી છાંટી પૂર્વવત્ અશોકમંજરી બનાવી. આ પછી બન્ને બેનો હર્ષથી એકબીજાને ભેટી પડી. કુમારે કૌતુકથી કહ્યું “તિલકમંજરી ! બીજું તો ઠીક પણ આ બન્ને તમો બેનોને ભેગી કરી આપી તેનું અમને કાંઈ ઈનામ મળવું જોઈએ. તિલકમંજરીએ કહ્યું હું આપને સર્વસ્વ આપું તો પણ આપનો ઉપકાર વળી શકે તેમ નથી.” એમ કહી તેણે પોતાનો મોતીનો હાર કુમારના ગળામાં પહેરાવ્યો. કુમારે પ્રેમભીની દૃષ્ટિથી તેનો સ્વીકાર કર્યો, આજ અવસરે ચંદ્રચૂડદેવે કહ્યું, “કુમાર ! તિલકમંજરી અને અશોકમંજરી શરમાય છે તે તને મનથી વરેલ છે માટે તું તેમનું પાણિગ્રહણ કર.”
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy