SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નસાર કુમારની કથા. ૨૨૭ રત્નસારકુમારે જવાબ આપ્યો; “તિલકમંજરી ! રૂપમાં શ્રેષ્ઠ એવી તારા જેવી કે તારા રૂપના અંશવાળી પણ મેં કન્યા જોઈ નથી, પણ શબરસેના અટવીમાં રૂપ આકાર અને વાણીમાં તારા સરખો એક તાપસકુમાર જોયો હતો. આ વાતને સંભારતાં મને પણ દુઃખ થાય છે અને લાગે છે તું જ પુરુષનો વેષ લઈ તાપસકુમાર હશે અગર તું વાત કહે છે તે ઉપરથી જણાય છે તેજ તારી બહેન તાપસકુમાર રૂપે હશે.” એટલામાં વચ્ચે પોપટ બોલ્યો “રાજકુમાર ! મેં પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે તે તાપસકુમાર કન્યા જ છે તેમજ નિમિત્તથી પણ જાણી હું જણાવું છું કે આજે કોઈપણ રીતે તિલકમંજરીને તેની બહેનનો મેળાપ થશે.” એટલામાં ભયથી થરથર કંપતી કોઈક હંસલી આકાશમાંથી કુમારના ખોળામાં પડી. અને મનુષ્ય ભાષામાં બોલવા લાગી. કુમાર ! મારી રક્ષા કરો હું તમારે શરણે આવી છું. ઉત્તમ પુરુષો શરણાગતનું સર્વશક્તિથી રક્ષા કરે છે.' કુમારે કહ્યું, “હે દિવ્યપક્ષી હંસી તું જરા પણ ભય ન પામ. રાજા, વિદ્યાધર, દેવ કે ઈન્દ્ર કોઈ તને હેરાન નહિ કરે અને તને મારી પાસેથી કોઈ નહિ લઈ જાય. હું મારા પ્રાણથી પણ તારી રક્ષા કરીશ.' ત્યાં તો આકાશમાં ક્રોડો વિદ્યાધરો કુમાર ઉપર હુમલો લઈ આવતા દેખાયા. પોપટ આગળ થયો. અને ત્રાડ નાંખી વિદ્યાધરોને કહેવા લાગ્યો, “હે વિદ્યાધર સુભટો ! તમે કોની સામે હુમલો લઈ જાઓ છો તેમની તમને ખબર નથી. દેવતાથી ન જીતાય તેવા કુમારને સતાવશો તો તમારે અહિંથી ભાગવું જ ભારે પડશે.' વિદ્યાધરોએ વિચાર્યું કે “આપણે ઘણા યુદ્ધ ખેલ્યાં છે, ઘણી ત્રાડો સાંભળી છે પણ આજે જે ભય આપણા હૃદયમાં થાય છે તેવો ભય પ્રથમ જ જભ્યો નથી. જરૂર આ કુમાર માનવ નહિ પણ દેવ હોવો જોઈએ. અને વધુ શક્તિશાળી સાથે યુદ્ધ ખેલી નાહક શા માટે આપણે આપણા પ્રાણ ખોવા જોઈએ ?' વિદ્યાધર સુભટો રાજા પાસે ગયા અને સર્વ બનેલ વાત કહી. વિદ્યાધરેન્દ્રને ક્રોધ ચઢયો અને તે બોલ્યો. “પોપટ કે કુમાર ગમે તે હોય તેની તમે શા માટે દરકાર કરી, હું જાતે જાઉં છું અને મારું બળ બતાવું છું.' વિદ્યામાયાથી તેણે દસ મસ્તક વસ ચક્ષુ અને વીસ હાથવાળું રૂપ વિકવ્યું. દરેક હાથમાં જુદાં જુદાં દિવ્ય શસ્ત્રો અને દરેક મુખ તથા આંખથી જુદી જુદી ચેષ્ટા કરનાર યમ સરખો, પ્રલયના ઉત્પાત સમાન વિદ્યાધર કુમાર પાસે આવ્યો અને બોલ્યો નિર્લજ્જ ! પ્રાણથી પણ હાલી મારી હંસીને તું મુકી દે, નહિતર કમોતે મૃત્યુ પામીશ.” પિશાચસરખા રૂપવાળા વિદ્યાધરેન્દ્રને દેખી પોપટ શંકાથી, મયૂર પક્ષી કૌતુકથી, તિલકમંજરી ત્રાસથી અને હંસી ભયથી કુમારના મુખ તરફ જુએ છે. તેટલામાં કુમારે તે વિદ્યાધરેન્દ્રને કહ્યું ‘તું ફોગટ શા માટે બીવરાવે છે. આવા રૂપથી બાળકો બીવે છે. શૂરવીરને તો બળની ગણતરી હોય છે. સામાન્ય પક્ષીઓ તાળોટા તાળીઓ પાડવાથી ઉડી જાય છે. પણ મઠમાંના પક્ષી ઢોલ પીટાય તો પણ ઉડતા નથી. હજી પણ હું કહું છું કે, “તું ચાલ્યો જા, નહિ તો તારા દશે મસ્તકો દશ દિપાલોને બલિરૂપે આપીશ.” આ પછી બન્ને વચ્ચે ઘોર સંગ્રામ થયો. ચંદ્રચૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપ મુકી શીધ્ર દેવતાઈ રૂપ વિકવ્યું. તેણે એક પછી એક શસ્ત્રો કુમારના હાથમાં મુક્યાં કુમાર અને વિદ્યાધરેન્દ્ર આકાશને બાણ અને વિવિધ શસ્ત્રોથી છાઈ નાંખ્યું. આમ થોડો વખત તો સેલ્લ, બાવલ, તોમર વગેરે બાણોનું યુદ્ધ ચાલ્યું. પણ પછીથી વિદ્યાધરેન્દ્ર અનેક વિદ્યાઓ મુકી યુદ્ધ કરવા માંડ્યું. કુમારે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy