SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કૃપણે કરેલો દ્રવ્યનો સંગ્રહ. ૧૮૭ જે માણસ પરલોકના સુખને બાધા ન આવે તેવી રીતે આ લોકનું સુખ ભોગવે તે સુખી કહેવાય. તેમજ અર્થને બાધા ઉપજાવીને ધર્મનું અને અર્થનું સેવન કરનારને સંસારી સુખનો લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થયેલા, મૂળભોજી (મૂળને ખાઈ જનાર) અને કૃપણ એ ત્રણે પુરુષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે. જે માણસ કાંઈ પણ એકઠું નહીં કરતાં જેટલું ધન મળે તેટલું વિષયસુખને અર્થે જ ખરચે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું ભેગું કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજભોજી કહેવાય અને જે માણસ પોતાના જીવનને, કુટુંબને તથા સેવકવર્ગને દુઃખ દઈને દ્રવ્યનો સંગ્રહ કરે, પણ યોગ્ય જેટલું ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે કપણ કહેવાય. તેમાં ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થયેલા અને મૂળભોજી એ બન્ને જણાનું નાણું નાશ પામે છે. તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતા નથી, માટે એ બન્ને જણાનું કલ્યાણ થતું નથી. કૃપણે કરેલો દ્રવ્યનો સંગ્રહ. રાજા, ભાયાત, ભૂમિ, ચોર આદિ લોકો કૃપણના ધનના ધણી થાય છે તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે જે ધનને ભાંડુ ઇચ્છ, ચોર લૂંટે, કાંઈ છળભેદ કરી . રાજાઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટ્યું હોય તો યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હોય તો બલાત્કારથી ખોટે માર્ગો ઉડાડે, તે ધણીના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ. પોતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારિણી સ્ત્રી હસે છે. તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનાને હસે છે. કીડીઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપભોગમાં આવે છે; માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વકર્મના યોગથી તેમ થાય ત્યારે ઉત્તરોત્તરથી બાધા થાય તો પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કરવું. તે આ રીતે - કામને બાધા થાય તો પણ ધર્મનું અને અર્થનું રક્ષણ કરવું. કારણ કે ધર્મ અને અર્થની સારી રીતે રક્ષા કરી હશે તો કામ-ઇચ્છા સુખથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તો પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી, કેમકે અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે ગમે તે રીતે ઠીકરાંમાં ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવતો હોય, તો પણ માણસ જો પોતાના ધર્મને બાધા ન ઉપજાવે, તો તેણે એમ જાણવું કે, “હું મોટો ધનવાન છું.' કારણ કે, ધર્મ તે જ પુરુષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે તેનું આયુષ્ય પશુના આયુષ્યની જેમ વૃથા જાણવું. તે ત્રણમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી. આવક મુજબ ખર્ચનું પ્રમાણ. દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઉચિત ખરચ કરવું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જેટલા નાણાંની આવક હોય તેના ચોથા ભાગનો સંચય કરવો; બીજો ચોથો ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy