SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જોયું છે?” “અમે જોયું નથી પણ મહર્ષિઓએ જ્ઞાનથી જોયું અને લખ્યું તે કહ્યું છે.” અવંતિસુકુમારે વળતાં કહ્યું કે “ભગવંત ! આ સ્થાન હું શી રીતે મેળવી શકું ?” “સંયમ સર્વ સ્થાન અપાવી શકે છે તે મુનિના ઉત્તરથી અવંતિસુકુમાર સંયમ લેવા કટીબદ્ધ થયો. માતાના ઘણા કાલાવાલા છતાં તે તેને સમજાવી સંયમી બન્યો. અણસણ આદરી એક જ દિવસનું સંયમ પાળી મૃત્યુ પામી અવંતિસુકુમાર નલિની ગુલ્મ વિમાનમાં ગયો. જૈનના દ્વેષી અને સાધુનિંદકને આપવાની શિક્ષા. શ્રાવક સર્વપ્રકારના ઉદ્યમથી જિનપ્રવચનના પ્રત્યેનીકો (જેનના વેષી)ને નિવારે. અથવા સાધુ વિગેરેની નિંદા કરનારાઓને પણ યથાયોગ્ય શિક્ષા આપે. જે માટે કહેલું છે કે - છતી શક્તિએ આશાભંગ કરનારને નિશ્ચયથી નહીં ઉવેખતાં મીઠા વચનથી અથવા કઠણ વચનથી પણ તેઓને શિખામણ આપવી. જેમ અભયકુમારે પોતાની બુદ્ધિથી જૈનમુનિ પાસે દીક્ષા લેનાર એક ભિખારીની નિંદા કરનારાઓને નિવાર્યા હતા તેમ વારવા. અભયકુમાર - શ્રેણિક રાજાનો બુદ્ધિનિધાન અભયકુમાર નામે પુત્ર પ્રસિદ્ધ છે. એક વખત એક કઠિયારાએ સુધર્માસ્વામી પાસે દીક્ષા લીધી. કેટલાક અજ્ઞાત લોકો ખાવા ન મળવાથી દીક્ષા લીધી છે તેમ કહી તેની મશ્કરી કરવા લાગ્યા. બુદ્ધિનિધાન અભયકુમારે તે વાત જાણી, તેણે નગરમાં ઢંઢેરો પીટ્યો કે “જેને આ રત્નરાશિ જોઈએ તે લઈ જાઓ.’ લોકોના ટોળે ટોળાં લેવા એકઠાં થયાં પણ તેમાં અભયકુમારે શરત એ રાખી હતી કે, “સ્ત્રી, અગ્નિ અને સચિત્તને સ્પર્શ ન કરે તે આ રત્નરાશિ લઈ જઈ શકે છે.' ભેગા થયેલા સૌ એક બીજા સામું જોઈ પાછા ફર્યા. અભયકુમારે કહ્યું કે “સ્ત્રી, અગ્નિ અને સચિત્તને નહિ અડનાર આ કઠિયારો છતાં રત્નરાશિ ન લેવા આવ્યો. જ્યારે તમે દોડતા આવ્યા તો તમે ભીખારી છો કે તે ?' નિંદા કરનાર લોકો શરમિંદા પડ્યા અને તેમને પોતાની ભૂલ સમજાઈ. સાધ્વીને સુખશાતા પૂછવી. જેમ સાધુને સુખશાતા પૂછવાનું બતાવ્યું. તેમ (સાધુની જેમ) સાધ્વીને પણ સુખશાતા પૂછવી. વળી સાધ્વીમાં એટલું વિશેષ વિચારવાનું છે કે, કુશીળીયા અને નાસ્તિકોથી રક્ષણ આપવું. પોતાના ઘરની પાસે ચોતરફથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા ઘરમાં વસવાને ઉપાશ્રય આપવો. પોતાની સ્ત્રીઓ પાસે સાધ્વીની સેવા-ભક્તિ કરાવવી. પોતાની દીકરીઓ વગેરેને તેઓની પાસે નવા અભ્યાસ વિગેરે કરવા રાખવી તથા વ્રતની સન્મુખ થયેલી સ્ત્રી, પુત્રી, ભગિની વગેરેને તેઓની પાસે શિધ્યારૂપે સમર્પવી. વિસ્મૃત થઈ ગયેલી કરણીઓ તેઓને સ્મરણ કરાવી આપવી. અન્યાયની પ્રવૃત્તિથી તેઓને બચાવવાં. એક વાર અયોગ્ય વર્તણુંક થાય તો કઠણ, નિષ્ફર વચન કહીને ધમકાવવાં; તેમ કરતાં
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy