SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ કોશાવેશ્યા. ૧૪૯ રાત્રે ઘેર આવ્યો. ઘરમાં પેસતાં તેણે તેની સ્ત્રીને કોઈ જુવાન પુરુષ સાથે એકજ શય્યામાં ઘસઘસાટ નિદ્રા લેતી જોઈ તેનો ક્રોધ સમાયો નહિ. તેણે તરવાર ઉગામી બન્નેને ઉડાડી મુકવાનો નિશ્ચય કર્યો કે તુર્ત મુનિનો નિયમ યાદ આવ્યો અને સાત આઠ પગલાં પાછા ફરતાં તરવાર અથડાવાથી તે પુરુષે અવાજ કર્યો કે “એ કોણ છે ?' આ શબ્દ તુર્ત વંકચૂલ ઓળખી બોલી ઉક્યો કે “અરે આતો મારી બહેન વંકચૂલા.” એકવાર વંકચૂલ ઉજ્જયિની નગરીના રાજાના મકાનમાં પાછલે બરણેથી દાખલ થયો. જુવાન દેખાવડા વંકચૂલને જોઈ રાણી મુગ્ધ બની અને તેણે ભય પામ્યા વગર પોતાની સાથે ભોગ ભોગવવાની માગણી કરી. વંકચૂલે રાજપત્ની હોવાથી ના પાડી. રાણીએ રોકકળ કરી “ચોર ચોર' બૂમ પાડી. પહેરેગીરો વંકચૂલને પકડી રાજા પાસે લાવ્યા. રાજા સત્ય વસ્તુથી જાણ હતો તેથી તેને છોડી મૂક્યો અને પોતાના પુત્રપણે સ્થાપ્યો. એક વખત વંકચૂલ યુદ્ધમાં ઘવાયો. વૈદ્યોએ કાગડાના માંસનો ઉપચાર કરવા કહ્યું. રાજાએ તે ઉપચાર કરવા કાકમાંસ મંગાવ્યું. વંકચૂલે પ્રાણ જાય તો ભલે પણ કાકમાંસ ન લેવાનો નિર્ણય કર્યો. છેવટે વંકચૂલ નિયમોને યથાર્થ પાળી, મૃત્યુ પામી બારમે દેવલોકે ગયો. કોશાવેશ્યા. પાટલીપુરમાં કોશા વેશ્યા રહેતી હતી. તેને પ્રતિબોધ કરવા ગુરુ આજ્ઞા લઈ ચૂલિભદ્રમુનિ તેને ત્યાં ચાતુર્માસ રહ્યા. વેશ્યાએ તેમને ક્ષુબ્ધ કરવા, હાવભાવ, વિલાસ તથા તેમનો અને પોતાનો પૂર્વસંબંધ વિગેરે યાદ કરાવી ઘણા પ્રયત્ન કર્યા પણ મુનિ સુબ્ધ ન બન્યા. પરંતુ મુનિએ તેને ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કરી. સમ્યકત્વ સહિત બારવ્રત આપ્યાં. ચોથાવ્રતમાં રાજાની આજ્ઞાથી આવેલ પુરુષ સિવાય બીજાનો સંગ ન કરવો તેવો તેણે નિયમ લીધો. એકદા એક રથકારને તેની પરીક્ષા માટે રાજાએ મોકલ્યો રથકાર યુવાન અને કામદેવ સરખો હતો. રથકારે આવતા વેંત પોતાની ભિન્નભિન્ન કલા દેખાડવા માંડી. તેણે દૂર રહેલા આંબાની કેરી એક પછી એક બાણ મુકી આંબાની લુંબ તોડી વેશ્યાના હાથમાં આપી. વેશ્યાએ તેનો ગર્વ તાંડવા સરસવ ઉપર સોય રાખી તેના ઉપર નાચ કરી તેને કહ્યું કે, આંબાનું તોડવું કે સરસવ ઉપર નાચવું કઠિન નથી, પણ જે મહામુનિ સ્થૂલિભદ્ર ચોમાસામાં સુંદર આવાસમાં અને પૂર્વ પરિચિત રાગી યુવતિ-સ્ત્રી નજીકમાં રહ્યા છતાં સંયમી રહ્યા તે મહા દુષ્કર છે. રથકારને સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસાથી કોશ્યાએ બોધ પમાડ્યો. આ રીતે વસતિદાન આપવાથી કોશાવેશ્યા મુનિના પરિચયે ઉપદેશ પામી પ્રતિબોધ પામી. અવંતીસુકુમાર : ઉજ્જૈની નગરીમાં ધન્ના શેઠની પત્ની ભદ્રાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અવંતિસુકુમાર ૩૨ સ્ત્રીઓ સાથે વૈભવથી રહેતો હતો. એક વખતે આર્યમહાગિરિ મહારાજ ભદ્રા શેઠાણી પાસે વસતિની યાચના કરી રાત્રિવાસ રહ્યા. રાત્રે પ્રતિક્રમણને અંતે સ્વાધ્યાયમાં નલિની ગુલ્મના વર્ણનનો સ્વાધ્યાય આવ્યો. આ સ્વાધ્યાય અવંતિસુકુમારે ઉંચા કાને સાંભળ્યો અને તેને પોતે સર્વે અનુભવ્યું હોય તેમ લાગ્યું, રાત્રે ને રાત્રે તે મુનિઓ પાસે ગયો “આપે જે હમણાં નલિની ગુલ્મ વિષે કહ્યું તે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy