SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુને સુખશાતા પૂછવી તથા વહોરવા વિગેરે વિષે. ૧૪૫ જીવો પોકાર કરે છે.” આ શબ્દ વિજયસેનસૂરિએ અને તેમના શિષ્યોએ સાંભળ્યો. સવારે તેમણે તેમના શિષ્યોને રુદ્રાચાર્ય અભવ્ય છે એ ખાત્રી કરાવી તેમનાથી નિર્મુક્ત કર્યા. જે માટે કહેવાય છે કે - જ્ઞાન રહિત પુરુષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા કરવાને અસમર્થ પુરુષનું જ્ઞાન અને મનમાં શ્રદ્ધા નથી એવા પુરુષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન, એ સર્વ નિષ્ફલ છે. અહીં ચાલવાની શક્તિ ધરાવનાર પણ માર્ગના અજાણ આંધળાનું, માર્ગના જાણ છતાં ચાલવાની શક્તિ નહીં ધરાવનાર પાંગળાનું અને માર્ગનું જ્ઞાન અને ચાલવાની શક્તિ ધરાવવા છતાં પણ ખોટે માર્ગે ચાલવા ઇચ્છા રાખનાર પુરુષનું એમ ત્રણ દષ્ટાંત એક પછી એક જાણવા; કારણ કે દષ્ટાંતમાં કહેલ ત્રણે પુરુષો અંતરાય રહિત કોઈ ઠેકાણે જઈ શકતા નથી. ઉપર બતાવેલા કારણ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણનો સંયોગ થવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે એ ત્રણની આરાધના કરવા ઉદ્યમ કરવો એ રહસ્ય છે. સાધુને સુખશાતા પૂછવી તથા વહોરવા વિગેરે વિષે. એવી રીતે ગુરુની વાણી સાંભળીને ઊઠતી વખતે સાધુના કાર્યનો નિર્વાહ કરનાર શ્રાવક એમ પૂછે કે, હે સ્વામી ! આપને સંયમયાત્રા સુખે વર્તે છે? અને ગઈ રાત્રિ નિરાબાધ સુખે વર્તી ? આપના શરીરમાં કાંઈ પીડા તો નથી ? આપના શરીરમાં કંઈ વ્યાધિ તો નથી ને ? કાંઈ વૈદ્ય કે ઔષધાદિનું પ્રયોજન છે? આજે આપના કાંઈ આહાર વિષયમાં પથ્ય રાખવા જેવું છે ? એમ પ્રશ્ન કરવાથી (પૂછવાથી) મહાનિર્જરા થાય છે. કહેલું છે કે - ગુરુની સામા જવું, વંદન કરવું, નમસ્કાર કરવો, સુખશાતા પૂછવી, એ પ્રમાણે કરવાથી ઘણાં વર્ષનાં કરેલાં પણ કર્મ એક ક્ષણવારમાં વિખરાઈ જાય છે. ગુરુવંદનાવસરે પૂર્વમાં “ઇચ્છકાર સુહરાઈ' ઇત્યાદિ પાઠવડે સુખશાતા પૂછેલી હોવા છતાં પણ, અહીં સંપૂર્ણપણે જાણવા માટે અને તેનો ઉપાય કરવા માટે પૂછાય છે. તેથી ગુરુને પગે લાગીને નીચે પ્રમાણે પાઠ બોલવો. ગુરુને પહેલી વંદના બતાવ્યા પ્રમાણે સામાન્યથી કર્યા પછી વિશેષથી કરવી, જેમકે, “સુહરાઈ સુહદેવસી સુખતપ શરીર નિરાબાધ ઇત્યાદિક” બોલી શાતા પૂછવાથી વિશેષ લાભ થાય છે. આ પ્રશ્ન ગુરુના સમ્યક સ્વરૂપ જાણવા માટે છે તથા તેના ઉપાયની યોજના કરનાર શ્રાવકને માટે છે. ત્યારપછી પગે લાગીને રૂછારી માવત્ પસાય રિ સુખ દુનિનેvi असण-पाण खाइम-साइमेणं वत्थपडिग्गहकंबलपायपुच्छणेणं पाडिहारिअपीठफलसिज्जासंथारएणं ओसहभेसज्जेणं भयवं अणुग्गहो कायव्वो. ઇચ્છા કરી હે ભગવન્! મારા ઉપર દયા કરી, અચિત્ત અને સુઝતા આહાર, પાણી, ખાદિમ (સુખડી વિગેરે), સ્વાદિમ (મુખવાસ), વસ્ત્ર, પાત્ર, કંબળ, પાયખું છણું પ્રાતિહાર્ય તે સર્વ કામમાં વાપરવા યોગ્ય બાજોઠ, પાછળ મૂકવાનું પાટિયું, શય્યા (જેમાં પગ પસારીને સુવાય તે), સંથારો (શધ્યાથી કાંઈક નાનો), ઔષધ (એક વસાણાનું), ભેષજ (ઘણા વસાણાવાળું), તેણે કરીને હે ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરવો (મારી પાસેથી લેવું જોઈએ)એમ પ્રગટપણે નિમંત્રણા કરવી. , ૧૯
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy