SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા અને જ્ઞાન વિષે. ૧૪૩ પ્રતિબોધ કરી દીક્ષા આપી પોતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગના જાણ થઈ પોતાના પાંચસો શિષ્યોની સાથે વિચરવા લાગ્યા. એટલામાં હંમેશાં લૂખો આહાર ખાવામાં આવવાથી શેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતાં પરિવાર સહિત શેલકપુરે આવ્યા. ત્યાં તેમનો ગૃહસ્થપણાનો પુત્ર મંદુક રાજા હતો, તેણે તેમને પોતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધનો અને પથ્યનો સારો યોગ મળવાથી શેલક મુનિરાજ રોગ રહિત થયા, તો પણ સ્નિગ્ધ આહારની લોલુપતાથી વિહાર ન કરતાં તે ત્યાં જ રહ્યા. પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા માટે રાખીને બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો. એક સમયે કાર્તિક ચોમાસીને દિવસે શેલક મુનિરાજ યથેચ્છ સ્નિગ્ધ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણનો સમય આવ્યો ત્યારે પંથકે ખમાવવાને અર્થે તેમના પગે પોતાનું માથું અડાડ્યું, તેથી તેમની (શેલક મુનિરાજની) નિદ્રા ઉડી ગઈ. પોતાના ગુરુને રોષમાન થયેલા જોઈને પંથકે કહ્યું “ચાતુર્માસમાં થયેલાં અપરાધ ખમાવવાને અર્થે મેં આપ સાહેબના ચરણને સ્પર્શ કર્યો.” પંથકનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વૈરાગ્ય પામ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “રવિષયમાં લોલુપ થયેલા મને ધિક્કાર થાઓ !’’ એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો. પછી બીજા શિષ્યો પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શત્રુંજય પર્વત ઉપર પોતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવચ્ચાપુત્રની કથા છે. ક્રિયા અને જ્ઞાન વિષે. તે માટે દરરોજ ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળવો, સાંભળીને તે જ પ્રમાણે યથાશક્તિ ઉત્તમ કરવામાં પ્રવૃત્ત થવું. કેમકે ઔષધ કે ભોજનના જ્ઞાન માત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ નથી થતી, પણ તેનો ઉપયોગ કરાય તો જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહેલું છે કે ક્રિયા જ ફળદાયક થાય છે, કેવળ જાણપણું ફળદાયક થઈ શકતું નથી. જેમકે સ્ત્રી, ભક્ષ્ય અને ભોગને જાણવાથી (મનુષ્ય) તેના સુખનો ભોગી થઈ શકતો નથી પણ ભોગવવાથી થાય છે. તરવાની ક્રિયા જાણનાર હોય તો પણ નદીમાં જો હાથ હલાવે નહીં તો તે ડૂબી જાય છે અને પાછળથી પશ્ચાત્તાપ પામે છે. એમ જ્ઞાની પણ ક્રિયા વિના એવો બની જાય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં પણ કહેલ છે કે જે અક્રિયાવાદી છે તે ભવી કે અભવી હોય તો પણ નિશ્ચયથી કૃષ્ણપક્ષીય ગણાય છે. ક્રિયાવાદી તો નિશ્ચયથી ભવી જ હોય, નિશ્ચયથી શુક્લપક્ષી જ હોય ને સમ્યક્ત્વી હોય કે મિથ્યાત્વી હોય પણ એક પુદ્ગલપરાવર્તનમાં જ સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. માટે ક્રિયા કરવી શ્રેયસ્કારી છે. જ્ઞાન વિના ક્રિયા પણ પરિણામે ફળદાયક નીવડતી નથી. જે માટે કહેલું છે કે : અજ્ઞાનથી કર્મક્ષય થાય તે મંડુક (દેડકા)ના ચૂર્ણ સરખો જાણવો. (જેમ કોઈ દેડકો મરણ પામ્યા પછી સુકાઈ ગયેલો છતાં તેના કલેવરનું જો ચૂર્ણ કર્યું હોય, તો તેમાંથી હજારો દેડકાં થઈ શકે છે. તે ચૂર્ણ પાણીમાં નાખવાથી હજારો દેડકાં તત્કાળ ઉત્પન્ન થઈ જાય છે.) એટલે
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy