SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતના. ૧૧૫ ૧૧ કેશ સમારે, ૧૨ નખ ઉતારે, ૧૩ લોહી પાડે, ૧૪ સુખડી વિગેરે ખાય, ૧૫ ગુમડાં, ચાંઠા વિગેરેની છાલ-ચામડી ઉખેડીને નાખે, ૧૬ મુખમાંથી નીકળેલું પિત્ત નાંખે, ૧૭ ઉલટી કરે, ૧૮ દાંત પડી જાય તે પડવા દે, ૧૯ વિશ્રામ કરે (વિસામો લે) ૨૦ ગાય, ભેંસ, ઊંટ, ઘોડા, બકરા, ઘેટાં વગેરે ઉપર દમન કરે, ૨૧ દાંતનો મેલ પાડે, ૨૨ આંખનો મેલ પાડે, ૨૩ નખ પાડે, ૨૪ ગાલનો મેલ નાખે, ૨૫ નાસિકાનો મેલ નાખે, ૨૬ મસ્તકનો મેલ નાંખે, ૨૭ કાનનો મેલ નાંખે, ૨૮ શરીરનો મેલ નાંખે, ૨૯ ભૂતાદિના નિગ્રહની મંત્ર સાધના અથવા રાજ્યના કોઇ કાર્યનો વિચાર કરવા પંચ ભેળાં થઇ બેસે, ૩૦ વિવાહ વિગેરેનાં સાંસારિક કાર્ય માટે પંચ મળે. ૩૧ બેસીને પોતાના ઘરના કે વેપારનાં નામાં લેખાં લખે, ૩૨ રાજાના વિભાગનો કર અથવા પોતાના સગાંવહાલાઓને આપવા યોગ્ય વિભાગની વહેંચણી કરે, ૩૩ પોતાના ઘરનું દ્રવ્ય દેરાસરમાં અથવા દેરાસરનાં ભંડાર સાથે રાખે, ૩૪ પગ ઉપર પગ રાખી (ચડાવી) બેસે, ૩૫ દેરાસરની ભીંત, ઓટલા, જમીન ઉપર છાણાં થાપે, સુકાવે, ૩૬ પોતાના વસ્ત્ર સુકાવે, ૩૭ મગ, ચણા, મઠ, તુવેરની દાળ સુકાવે, ૩૮ પાપડ, ૩૯ વડી, ખેરો, શાક, અથાણા વિગેરે કરવા દરેક પદાર્થ સુકાવે, ૪૦ રાજા વિગેરેના ભયથી દેરાસરના ગભારા, ભોંયરા, ભંડાર વિગેરેમાં સંતાય, ૪૧ દેરાસરમાં બેઠા હોય ત્યારે પોતાના કોઇ પણ સંબંધીનું મરણ સાંભળી રૂદન કરે, ૪૨ સ્ત્રી કથા, રાજકથા, દેશકથા, ભોજનકથા, વિકથા કરે, ૪૩ પોતાના ઘરકામ સારૂં કોઇ પ્રકારનાં યંત્ર, ઘાણી વિગેરે શસ્ર, અસ્તરા વિગેરે ઘડાવવા, તૈયાર કરાવે, ૪૪ ગૌ, ભેંસ, બળદ, ઘોડા, ઊંટ વિગેરે રાખે, ૪૫ ટાઢ આદિનાં કારણેથી બેસી તાપણી વિગેરે કરે, ૪૬ પોતાના સાંસારિક કાર્ય માટે રુંધન કરે, ૪૭ રૂપિયા, મહોર, ચાંદી, સોનું રત્ન વિગેરેની પરીક્ષા કરે, ૪૮ દેરાસરમાં પેસતાં-નિકળતાં નિસીહિ અને આવસહિ કહેવું ભૂલી જાય, ૪૯ છત્ર, ૫૦ પગરખા, ૫૧ શસ્ત્ર, ચામર એ વસ્તુઓ દેરાસરમાં લાવે, ૫૨ મનને એકાગ્ર ન રાખે ૫૩ તેલ વિગેરે ચોળાવે, ૫૪ સચિત્ત ફૂલ વિગેરે જે કાંઇ હોય તે દેરાસરની બહાર ન કાઢી નાખે, ૫૫ દરરોજ પહેરવાના દાગીના દેરાસર જતાં ન પહેરવા, જેથી આશાતના થાય કેમકે લોકોમાં પણ નિંદા થાય કે જુઓ આ કેવો ધર્મ કે દરરોજ પહેરવાના દાગીના પણ દેરે જતાં પહેરવાની મનાઇ છે. ૫૬ જિનપ્રતિમા દેખીને બે હાથ ન જોડે, ૫૭ એક પનાવાળા ઉત્તમ વસ્ત્રનું ઉત્તરાસણ કર્યા વિના દેરામાં જાય, ૫૮ મુકુટ મસ્તકે બાંધી રાખે, ૫૯ માથા ઉપર પાઘડીમાં કપડું વીંટે, ૬૦ માથામાં પાઘડી વિગેરે ઉપર નાંખેલું ફૂલ કાઢી ન નાંખે, ૬૧ હોડ પાડે (શરત કરે) જેમકે મુઠીએ નાળીયેલ ભાંગી આપે તો અમુક આપું, ૬૨ દડાગેડીની રમત કરે, ૬૩ કોઇ પણ મોટા માણસને જુહાર (સલામ) કરે, ૬૪ જેમ લોકો હસી પડે એવી કોઇ પણ જાતની ભાંડચેષ્ટા કરવી, જેમકે કાંખ વગાડવી વિગેરે, ૬૫ કોઇને તિરસ્કાર વચન બોલવું જેમકે અરે ! અલ્યા, દુષ્ટ, ચોર, એમ બોલવું, ૬૬ કોઇની પાસે લહેણું હોય તેને દેરાસર વિગેરેમાં પકડવો અથવા લાંઘન કરી તેની પાસેથી દ્રવ્ય લેવું, ૬૭ રણસંગ્રામ કરવો, ૬૮ ચોટલી વાળ ઓળવા, ૬૯ પલાંઠી બાંધીને બેસવું, ૭૦ પગ સાફ રાખવા માટે કાષ્ઠની પાવડી પહેરવી, ૭૧ બીજા લોકોની અડચણની અવગણના કરીને પગ લાંબા કરી બેસવું, ૭૨ શરીરના સુખ માટે પગે પુડપુડી દેવરાવે (પગચંપી કરાવે), ૭૩ હાથ પગ ધોવા વિગેરે કારણથી ઘણું
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy