SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા છે. તેમને કોઢનો રોગ લાગુ પડ્યો રોગ અતિશય વધતો જતો હોવાથી આખરે તેમણે અનશન કરવાની ઈચ્છા કરી ત્યારે શાસન દેવીએ આવીને કહ્યું કે-‘સેઢી નદીને સ્થંભનપુર-(ખંભાત)ની પાસે ખાખરાના ઝાડ નીચે સ્થંભનપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે તેનાં દર્શનથી તમારો કોઢ રોગ દૂર થઈ જશે. અને તમે નવ અંગોની ટીકા કરનારા થશો.' આચાર્યશ્રી ત્યાં પધાર્યા અને જયતિહુઅણ સ્તોત્રની રચના કરી તેથી મૂર્તિ પ્રગટ થઈ. કોઢનો રોગ પણ નષ્ટ થયો અને તેમણે ઠાણાંગ વગેરે ઉપર જણાવેલાં નવ અંગો ઉપર ટીકા લખી, સ્થંભનપાર્શ્વનાથનું તીર્થ આજે પણ પ્રસિદ્ધ છે અને તે ખંભાતમાં છે. (૪) આબુના પરમારવંશી પાલનરાજાએ સોનાની પલવીઆ પાર્શ્વનાથની મૂર્તિ ગળાવી નાંખીને તેના સોનાના પલંગના પાયા કરાવ્યા હતા. આ પાપથી તેને કોઢનો રોગ લાગુ પડ્યો હતો. અને તેનું રાજ્ય ગોત્રીઓએ (ભાયાતોએ) પડાવી લીધું હતું. રાજ્યથી ભ્રષ્ટ થયેલા તેને રખડતાં રખડતાં શીલધવલ આચાર્યનો મેળાપ થયો. આચાર્ય મ.ના ઉપદેશથી સોનાની પાર્શ્વનાથ ભગવાનની નવી પ્રતિમા ભરાવીને પ્રહલાદનપુરપાલનપુર વસાવીને તેમાં સુંદર મંદિર બંધાવીને તે પ્રતિમા પધરાવી પ્રતિમાના પ્રભાવથી કોઢ રોગ પણ ગયો અને ગયેલું રાજ્ય પણ રાજાને પાછું મળ્યું. મુસલમાનોના અત્યાચારોના વખતમાં ભયથી આ સોનાની મૂર્તિ ક્યાંક ભંડારીને તેને સ્થાને પાષાણની મૂર્તિ પધરાવવામાં આવેલી છે અને અત્યારે તે વિદ્યમાન છે. (૫) કચ્છ દેશ સુથરી ગામમાં આ તીર્થ આવેલું છે. આ ગામમાં વસતા ઉદ્દેશી નામના વણિકે સ્વપ્નમાં દેવના કહેવાથી બહાર મળેલા એક માણસને પોતાનું રોટલાનું પોટલું આપીને બદલામાં તેની પાસેથી પોટલું ખરીદી લીધું. ઘેર આવીને જોયું તો તેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી. શ્રાવક ગરીબ હતો તેથી આ ગામમાં વસતા યતિએ સંઘની મદદથી એક નાની દેહરી બંધાવી, અને તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા વખતે સંઘે સ્વામીવાત્સલ્ય કર્યું. તે વખતે ઘીના કુલ્લામાંથી ઘણું જ ઘી નીકળવા લાગ્યું. ખૂટે જ નહિ. લોકોને બહુ આશ્ચર્ય થયું. કુલ્લામાં હાથ નાંખીને તપાસ કરીને જોયું તો ઉદ્દેશીવાળી મૂર્તિ કુલ્લામાં જ આવીને બેસી ગઈ ગતી. પ્રતિમા કાઢીને મહોત્સવપૂર્વક દેરાસરમાં પધરાવી. ત્યારથી આ તીર્થ ધૃતકલ્લોલપાર્શ્વનાથને નામે પ્રસિદ્ધ છે. ઉદ્દેશી શાહ પણ સુખી થઈ ગયો. (૬) મારવાડમાં મેડતાસિટી પાસે વેલા લોધી ગામનો ખારસ નામનો એક શ્રાવક ગામ બહાર ગયો હતો. ત્યાં તેને માટીના ઢેફામાંથી પાર્શ્વનાથ ભગવાનની એક પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. ઘેર લાવીને એક ઝુંપડીમાં તેણે એ મૂર્તિને રાખી. દેવે શ્રાવકને કહ્યું કે ‘ભગવાનની પાસે તને રોજ સોનાના ચોખા મળશે. તે સોનાથી મંદિર બંધાવીને તેમાં ભગવાનની પ્રતિષ્ઠા કર પણ આ સોનાના ચોખા મળવાની વાત કોઈને કહીશ શ્રી અંતરિક્ષ પા પાર્શ્વનાથ
SR No.032036
Book TitleAntariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy