SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કમળને વિકસિત કરવામાં સૂર્યસમાન જેમણે યવન (મુસલમાન) વગેરે ઘણી જ્ઞાતિઓમાં દયાધર્મ પ્રવર્તાવ્યો હતો. તેમના મોટા શિષ્ય આચાર્ય શ્રી વિજયપ્રભસૂરિજી થયા કે આચાર્યના ગુણોથી યુક્ત જેમણે તેમની (વિજયદેવસૂરિજીની) પાટ શોભાવી તેમનો (શ્રી વિજયદેવસૂરિનો) જ નાનો શિષ્ય હું ભાવવિજયગણી છું. શ્રી વિજયપ્રભસૂરિજીના રાજ્યમાં મેં આ ગ્રંથની રચના કરી છે. વિક્રમ સંવત ૧૭૧૫ માં ભવ્યજીવોના ઉપકારને માટે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની કૃપારૂપી સ્વચરિત્રની મેં રચના કરી છે.” સ્તોત્રમાં જણાવેલ શ્રી પાર્શ્વનાથ તીર્થો (૧) આષાડભૂતિ શ્રાવકે ગઈ ચોવીશીમાં નવમા તીર્થકર શ્રી દામોદર ભગવાનના વખમાં તેમના મુખેથી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પોતાનો ઉદ્ધાર થશે’ એમ જાણીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી હતી. પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં અષાઢી શ્રાવક મોક્ષમાં ગયા છે. (૨) અંગદેશની ચંપાનગરીમાં કરકંડુ રાજા રાજ્ય કરતો હતો. ચંપાનગરીની પાસે જ કાદંબરી અટવી હતી. તેમાં કલિ નામે એક ડુંગર હતો, તેની નીચે કુંડ નામે સરોવર હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન વિચરતા વિચરતા કુંડ સરોવરની પાસે કાઉસગ્ગ મુદ્રાથી ઊભા હતા. તે વખતે એક હાથી ત્યાં આવી ચડ્યો ભગવાનને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે ‘પૂર્વભવમાં તે એક વામન (ઠીંગણો) બ્રાહ્મણ હતો. લોકો તેના વામનપણાની ઘણી મશ્કરી કરતા હતા તેથી કંટાળીને તે આપધાત કરવાની તૈયારી કરતો હતો ત્યારે એક શ્રાવકે આવીને તેને અટકાવ્યો અને ધર્મ પમાડ્યો. ત્યાંથી મરતી વખતે મોટા શરીરની પ્રાપ્તિનું નિયાણું કરીને મરવાથી તે મરીને હાથી થયો.” આ જાતિસ્મરણજ્ઞાનથી પૂર્વજન્મ જાણીને હાથીએ તળાવમાંથી કમળો લાવીને ભગવાનની ખૂબ પૂજા કરી, પાણીથી સિંચન કર્યું અને સૂંઢથી ભેટી પડ્યો, પછી તરત જ અનશન કરીને હાથી મહદ્ધિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયો. સવારમાં કરકંડુ રાજાને ખબર પડી અને ત્યાં આવ્યો પણ ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા હતા. રાજાને ઘણો શોક થયો. ધરણેન્દ્રના પ્રભાવથી ત્યાં નવ હાથની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ. રાજાએ મંદિર બંધાવીને તે પ્રતિમાની તેમાં સ્થાપના કરી. (બીજા મતે રાજાએ મૂર્તિ ભરાવીને મંદિર બંધાવીને તેમાં સ્થાપના કરી.) હાથી મરીને મહર્દિક વ્યંતરરૂપે ઉત્પન્ન થયેલા દેવે એ પ્રતિમાનો મહિમા ખૂબ વિસ્તાયો ત્યારથી કલિકુંડ તીર્થ પ્રગટ થયું. (જુઓ, ઉપદેશસસતિ. આત્માનંદ સભા ભાવનગર પ્રકાશિત) (૩) ઠાણાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અન્તગડદશાંગ, અનુત્તરોપપાતિકદશાંગ પ્રશ્રવ્યાકરણ અને વિપાકસૂત્ર આ નવ અંગોની ટીકા કરનાર આ શ્રી અભયદેવસૂરિમહારાજ વિક્રમના બારમા સૈકામાં થઈ થી એતરિક્ષ યા ગાય એક
SR No.032036
Book TitleAntariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy