SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી લાવણ્યસમય મુનિવિરચિત શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ આ પછી શ્રી લાવણ્યસમયજીએ વિ. સં. ૧૫૮૫ની અક્ષયતૃતીયાને દિવસે ગુજરાતી ભાષામાં રચેલા ૫૪ કડીના શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ છંદનું કાલાનુક્રમે સ્થાન આવે છે આમાં તીર્થની સ્થાપના આદિના સંબંધમાં વર્ણનાત્મક તેમ જ અલંકારાત્મક ભાગ ઘણો છે, પરંતુ શ્રી જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મ ગણિજીએ વર્ણવેલા વૃત્તાંતથી આમાં કેટલીક મહત્ત્વની ભિન્નતા નજરે પડે છે. જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મગણિ એ જ્યાં રાવણના સેવક માલિ અને સુમાલિનું નામ આપ્યું છે ત્યાં લાવણ્યસમયજીના છંદ પછી રચાયેલાં બીજા તમામ લખાણોમાં પણ ખરદૂષણ રાજાનું જ નામ જોવામાં આવે છે.) બીજો એક ખાસ મહત્ત્વનો ભેદ એ છે કે-અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અધિષ્ઠાયક દેવે વિગઉલ્લી (ઈંગોલી) નગરના શ્રીપાલ રાજાને ‘ભાવિતીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે' એમ કહીને ખાબોચિયામાંથી પ્રતિમા કાઢવાનું જણાવ્યાની જે કહીકત શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મ ગણિજીએ આપી છે, તેના બદલે લાવણ્યસમયજીએ એલચપુરના એલચદે(૧) રાજાનું નામ આપ્યું છે. અને ‘ભાવિતીર્થંકર’ એવો ઉલ્લેખ નથી. એલચપુર નગર વરાડ (વિદર્ભ) દેશમાં ૨૧/૧૮ ઉત્તર અક્ષાંશ તથા ૭૭/૩૩ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે, વરાડના ઐતિહાસિકોની પરંપરાનુસારી માન્યતા પ્રમાણે ફ્ક્ત (આને જ इलच તથા अलच પણ કહે છે) નામનો રાજા વિ. સં. ૧૧૧૫ માં એલચપુરની રાજગાદી ઉપર આવ્યો હતો. આ જોતાં આ તીર્થની સ્થાપના શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પૂર્વે નહીં, પણ પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી ઘણા કાળે વિ. સં. ૧૧૧૫ પછી જ થઈ છે. આ વાતનું આગળ આવતા શ્રી ભાવવિજયજી ગણિને પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને કહ્યું છે કે ‘આ તીર્થની સ્થાપના વિ. સ. ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારને દિવસે વિજય મુહૂર્તમાં એલચપુર નગરના શ્રીપાલ અપરનામ એલચ રાજાની વિનંતિથી પધારેલા શ્રી અભયદેવસૂરિ મહારાજના હાથે થયેલી છે. અને લાવણ્યસમયજી પછીના બધાં લખાણોમાં પણ એલચપુરના એલચ (અથવા ફ્ન ) રાજાનું નામ આવે છે. લાવણ્ય સમયજીના છંદથી અંતરિક્ષના ઈતિહાસમાં આ મહત્ત્વનો ફેરફાર શરૂ થાય છે. જ્યારે શ્રી જિનપ્રભસૂરિજી અને સોમધર્મ ગણિજીના કથન પ્રમાણે આ રાજા અને તીર્થની સ્થાપના પાર્શ્વનાથ ભગવાન થયા પૂર્વે થયેલાં છે. આ સિવાયનો શ્રી જિનપ્રભસૂરિ અને સોમધર્મગણિજીએ આપેલા વૃત્તાંતથી લાવણ્યસમયજીના છંદમાં જે ભેદ જોવામાં આવે છે તે માત્ર શાબ્દિક અને વર્ણનાત્મક છે. મુખ્ય બનાવો અને નામો વગેરે એક જ છે. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ
SR No.032036
Book TitleAntariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy