SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ દષ્ટિએ કાલાનુક્રમે જોતાં શ્રી જિનપ્રભસૂરિએ રચેલા વિવિધતીર્થકલ્પન્તર્ગત શ્રીપુર મન્તરિક્ષપાર્શ્વનાથhત્પ પછી વિ. સં. ૧૫૦૩માં રચાયેલા સોમધર્મગણિકૃત ઉપવેશસતતિ નામના ગ્રંથનું સ્થાન આવે છે. પશHતિ ના કર્તા તપાગચ્છાધિપતિ આ.શ્રી સોમસુંદરસૂરિજીના શિષ્ય મહોપાધ્યાય શ્રી ચારિત્રરત્નગણીના શિષ્ય પં. શ્રી સોમધર્મગણી છે તેમણે ઉપદેશસમતિમાં બીજા અધિકારના દશમા ઉપદેશમાં ૨૪ શ્લોકોમાં અંતરિક્ષનો ઈતિહાસ વર્ણવ્યો છે. તેમાં આવતું વર્ણન અમુક પ્રકારનો શાબ્દિક ભેદ હોવા છતાં પણ શ્રી જિનપ્રભસૂરિજીએ કરેલા વર્ણનને જ બહુ અંશે મળતું છે ઉપદેશસસતિમાં અંતરિક્ષજીના અધિકારમાં ૨૧, ૨૨ તથા ૨૪મા શ્લોકમાં ગ્રંથકાર જણાવે છે કે – निवेश्य नगरं नव्यं श्रीपुरं तत्र भूपतिः । अचीकरच्च प्रोत्तुं गं प्रासादं प्रतिमोपरि ॥२१॥ घटौ गर्गे रिकायुक्तौ न्यस्य नारी स्वमस्तके । तद बिम्बाघः प्रयाति स्म पुरेति स्थविरा जगुः ।।२२।। कि यदन्तरमद्यापि भूमि-प्रतिमयोः खलु । अस्तीति तत्र वास्तव्या वदन्ति जनता अपि ।।२४।। ભાવાર્થ:- “ત્યાં રાજાએ શ્રીપુર (સિરિપુર) નગર વસાવીને પ્રતિમા ઉપર (ફરતો) ઊંચો પ્રસાદ બંધાવ્યો. ઉપરાઉપરી બે ઘડા ઉપર ગાગર મૂકીને તે માથા ઉપર ઉપાડીને પહેલા (પાણીયારી) સ્ત્રી પ્રતિમાજીની નીચેથી નીકળી શકે એટલી મૂર્તિ અદ્ધર હતી એમ જૂના માણસો કહે છે. હમણાં પણ ભૂમિ અને પ્રતિમા વચ્ચે કેટલુંક અંતર છે. એમ ત્યાંના (સિરપુરના) વતની લોકો કહે છે. આ જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે સોમધર્મગણિજીએ અંતરિક્ષ સંબંધી વૃત્તાંત અંતરિક્ષજીતીર્થનાં સ્વયં દર્શન કરીને લખ્યો નથી, પણ ઊઁવ કાનપરંપરાએ સાંભળીને કિંવા પહેલાંના લખાણને આધારે જ લખ્યો છે. અધિક સંભવ તો એ છે કે-તેમણે જિનપ્રભસૂરિજીને અનુસરીને અંતરિક્ષનો વૃત્તાંત લખ્યો છે. રાવણની, માલિસુમાલિની પ્રતિમાપવિત્રિત જલથી સ્નાન કરવાથી વિગિલ્લ (ઈગોલી) નગરના શ્રીપાળ રાજાનો કોઢ રોગ ગયાની, અધિષ્ઠાયક દેવે કહેલી વિધિ પ્રમાણે તે સમયની અપેક્ષાએ ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ગાડામાં લાવ્યાની, રસ્તામાં રાજાએ પાછું વાળીને જોતાં મૂર્તિ અદ્ધર રહી ગયાની, પછી ત્યાં શ્રીપુરનગર વસાવીને મંદિર બંધાવ્યા વગેરેની એની એ જ હકીકત આમાં પણ છે. મહત્વનો ભાગ એ છે કે-શ્રીજિનપ્રભસૂરિજીએ અંબાદેવી અને ક્ષેત્રપાલ સંબંધી જે કહીકત આપી છે, તે આ ઉપદેશસમતિમાં બિલકુલ નથી. તેમજ બીજા કોઈ લખાણમાં પણ જોવામાં આવતી નથી. અંતરિક્ષ પાશ્વના, જ રૂર જ રા
SR No.032036
Book TitleAntariksh Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy