SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી ભાવવિજયજી મહારાજ. મરુધર ભૂમિના તિલક સમાન શ્રી સાકર નામનું પ્રસિદ્ધ નગર હતું. આ નગરમાં અનેક ઉત્તમ જાતિના લેકે વસતા હતા, શ્રી જિનાલયોથી અને જિનાલયેની લહરાતી ધ્વજાએથી આ નગર સર્વોચ્ચ અને સર્વાકર્ષક દેખાતું હતું. એશવાલ વંશાકાશમાં સૂર્ય સમાન રાજમલ નામના ગૃહસ્થ રહેતા હતા. તેમને સુશીલા અને ગુણભર્યા, ધર્મિષ્ઠ અને શ્રદ્ધાળુ શ્રી મુલી નામના ધર્મપત્ની હતાં. તેઓને દાંપત્ય જીવન વહન કરતાં ભાણજીભાઈ નામને પુત્રરત્ન જન્મ્યા હતા, અને એક જ હતે. પણ આ પુણ્યનિધાન બાળક તેજસ્વી, પ્રતિભાશાળી, વિરક્તતાને વ્યાસંગી, શાંત પ્રકૃતિને અને સર્વ જનેને પ્રિય હતે. - “પરંપતિઃ જિ ન વોતિ પુણાં” એ ઉક્તિને સાચી ઠરાવવા જ જાણે ન આવ્યા હોય તેમ ગુણનિધાન પૂજ્ય આચાર્ય શ્રી દેવસૂરિજી મહારાજ પિતાના વિદ્વાન, પ્રશાંત શિષ્ય પરિવાર સાથે સાચોર નગરમાં સસ્વાગત પધાર્યા. ગુરુદેવની વૈરાગ્યમયી વાણીને વર્ષાદ, ભવ્ય જનેના હૈયાઓને પલ્લવિત કરવા સાથે ફળદ્રુપ બનાવી રહ્યો હતે. ત્યાગ, વરાગ્ય, ઉચ્ચ શ્રદ્ધા અને આધ્યાત્મિક જ્ઞાનને પોષનારી દેશના શ્રવણ કરીને સકલ સંઘ કૃતકૃત્ય થયો. તેમાં ભાણજીભાઈ તે વાણીરંગમાં રંગાયા, જાયા અને સંસારની અસારતા, ભયંકરતા, ક્ષણભંગુરતા, દુઃખ પરિણામિતા, ખૂબ સમજ્યા અને ચારિત્ર અંગીકાર કર
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy