SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કે હે રાજા! આ મૂર્તિ અને પ્રાણવલ્લભ છે. અમે દેવો એની પૂજા-અર્ચના કરીને અતીવાનંદ પેદા કરીએ છીએ, અમારા જીવનને આધાર, અમારા દેવેનું સર્વસ્વ આ મૂર્તિ છે. આવી મૂર્તિની કઈ અધર્મી કે પ્લેચ્છ આશાતને કરે તે અમેને દેષ લાગે. તે તમે સુખી છે, તમારું રેગનાશનું કાય થયેલ છે, હવે આગ્રહ ન રાખો. નવકાર મંત્રના સ્મરણમાં તન્મય થયેલા શ્રીપાલ રાજાએ પ્રતિમા મેળવવાને અતીવાગ્રહ કર્યો અને અધિષ્ઠાયક દેવને વિનવણી કરી કે દેવાધિષ્ઠિત પ્રતિમાને હું પ્રાણતુલ્ય સાચવીશ. કોઈ પણ એની આશાતના નહીં કરે એ સખ્ત બંદોબસ્ત કરીશ. ભવ્ય નવ્ય જિનાલય નિર્માણ કરાવીશ. વળી આ કલિયુગમાં જનતાને મહા-શ્રદ્ધાનું અમેલ કારણ થઈ શકશે. આવી કલ્પલતા જેવી ચમત્કારી મૂર્તિ મને અર્પણ કરે તે અનેક આત્માઓને ધર્મ-શ્રદ્ધાનું પ્રબલ કારણ પેદા થશે. રાજાની ઉર્મિલ–ભાવનાથી થયેલી પ્રાર્થનાએ શ્રી ધરણેન્દ્રદેવને પણ મૂર્તિ અર્પણ કરવાની કામના જાગૃત થઈ. પણ દેવે જણાવ્યું કે આ પ્રતિમાને હું અર્પણ કરું પણ એની શરત કરડી છે તમે પાલન કરી શકે તે ભલે ઉચ્ચ ભાવનાથી લઈ જાઓ. એક મલખાનું ગાડું બનાવો. સાત દિવસના જન્મેલા વાછરડા તેને જોડે, અને કાચા સુતરના દેરાની લગામ બનાવી તમે આગળ શકટને વહન કરાવી પ્રતિમાને લઈ જાઓ. વળી એ પ્રતિમા ગાડામાં મૂકીને તમે હંકારે ત્યારે પાછા વળીને જરાય જેવાનું નહિ. ઉપરની શરત શ્રીપાલ રાજાએ હિંમતપૂર્વક કબૂલી. શ્રીપાલ મહારાજાની ભાવનાથી પ્રસન્ન થઈને શ્રી
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy