SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ LG ૧૪ કુષ્ઠ, અશ્વગંધા, સિંધવ, પીપર, મરી, જીરૂ, શાહજીરૂ, સુંઠ, કાળીપાટ, અજમોદ અને વજ સમાનભાગે લઈને ચૂર્ણ બનાવવું. તેમાંથી બે તોલા જેટલું સવારમાં મધ અને ઘી સાથે લેવું. જરૂર હોય તો એ પ્રમાણ વધારીને ૪ તોલા પર્યંત કરી શકાય. આ પ્રયોગ દુર્બુદ્ધિ નામના ભિક્ષુકની બુદ્ધિ વધારવા માટે નન્દનવિહારમાં કહેલો છે. ૧૩૮ વચાચૂર્ણ મનુષ્ય દૂધ અથવા તેલ અથવા ઘી સાથે વજનું એક મહિના સુધી સેવન કરે છે, તે રાક્ષસાદિથી નિર્ભય, રૂપવાન્, વિદ્વાન, નિર્મલ, અને શોધિતવાણી બોલનારો થાય છે. વજ શબ્દથી અહીં ઘોડાવજ સમજવો, પરંતુ ખુરાસાની વજ્ર સમજવો નહિ, વજ મેધ્ય, સ્મૃતિવર્ધક અને સ્વરને સુધારનારો છે; પરંતુ ૧૫ થી ૨૦ તિ લેવાથી ઉલ્ટી થાય છે, એટલે વધારે લેવો નહીં. વજ્રના ચૂર્ણને આંબળાના રસની એક ભાવના આપવી. તેનું ઉપર બતાવેલા પ્રમાણથી ઘી ની સાથે સેવન કરવું. ત્રિફલાચૂર્ણ ત્રિફલા એટલે હરડા, બહેડાં અને આંબળાનું ચૂર્ણ મીઠા સાથે એક વર્ષ પર્યંત સેવન કરવાથી બુદ્ધિ તથા સ્મૃતિમાં ઘણો સુધારો થાય છે. જેઠીમધચૂર્ણ જેઠીમધનું ચૂર્ણ વંશલોચન સાથે એક વર્ષ સુધી પર્યંત લેવાથી સ્મૃતિ તેજસ્વી થાય છે. પીપરચૂર્ણ લીંડીપીપરનું ચૂર્ણ મધ અને ઘીની સાથે એક વર્ષ પર્યંત લેવાથી સ્મૃતિ તેજસ્વી થાય છે. આપામાર્ગાદિચૂર્ણ અધેડો, વજ, સુંઠ, વાવડીંગ, શંખાવલી, શતાવરી, ગળો અને હરડેનું ચૂર્ણ ઘીની સાથે પ્રતિદિન વાપરવાથી એક હજાર ગ્રંથો ધારણ કરવા જેટલી તીવ્ર સ્મૃતિ પેદા થાય છે. જ્યોતિષ્મતિ તેલ માલકાંગણીનું સંસ્કૃત નામ જ્યોતિષ્મતિ છે. એનું તૈલ સ્મૃતિ વધારવા માટે ઘણું અકસીર મનાય છે. સોળમાં સૈકામાં તૈલગણ દેશમા થઈ ગયેલા ઈલેશ્વરોપાધ્યાયે આ તલના પ્રયોગથી પોતાની પાઠશાળામાં ભણતા ૫૦૦ વિદ્યાર્થીઓને ઘણા બુદ્ધિમાન્ - સ્મૃતિવાન બનાવ્યા હતા તથા તેની નાચી નામની પુત્રી પણ એનાથી ઘણી જ તીવ્ર સ્મૃતિવાળી થઈ હતી. ત્યારથી પૈસુર, તાંજોર, કાંચી તથા કાશીની પાઠશાળાઓના
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy