SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ 2 ૧૩૭ રાખવાથી રોજના ૧૦૦ શ્લોકો માત્ર સાંભળીને યાદ રાખવા જેવી શક્તિ પ્રાપ્ત થાય છે. કુલ ૨૧ દિવસના પ્રયોગથી પરિણામ ઘણું સુંદર આવે છે. આ પ્રયોગ સુશ્રુતસંહિતામાં આપેલો છે. વજ્ર, કુષ્ઠ (ઉપલેટ), શંખાવલી અને સોનાના વરખ સાથે બ્રાહ્મીના રસનું “પાન કરવાથી નષ્ટ સ્મૃતિ ફરી પ્રાપ્ત થાય છે. બ્રાહ્મીચૂર્ણ બ્રાહ્મીનાં પાન ૧ ભાગ, લીંડીપીંપર ૧ ભાગ, આંબળા ૧ ભાગ તથા સાકર ૪ ભાગ મેળવી ચૂર્ણ બનાવવું. તેમાંથી રોજ સવારે તોલો જેટલું વાપરવું. ઉપર ગાયનું દૂધ પીવું. આ પ્રયોગ બેથીત્રણ માસ સુધી કરવાથી સ્મૃતિ ઘણી તીવ્ર બને છે. ૭ બ્રાહ્મી, સુંઠ, હરડે, વજ, શતાવરી, ગળો, વાવડીંગ, શંખાવલી, ઉપલેટ, અશ્વગંધા, સિંધવ, પીપરમૂળ, અધેડો, સફેદ જીરૂ, શાહજીરૂ અને અજમોદ એ સોળ વસ્તુઓ સરખા ભાગે મેળવીને તેનું ચૂર્ણ બનાવવું. તેમાં ચૂર્ણ જેટલી જ સાકર ઉમેરવી. એમાંથી ા તોલો જેટલું ચૂર્ણ સવારસાંજ દૂધ સાથે વાપરવું. તેનાથી બુદ્ધિ અને સ્મૃતિ ઘણી તેજસ્વી થાય છે. ૮ બ્રાહ્મી, વજ્ર, અશ્વગંધા ને પીંપરનું ચૂર્ણ બનાવી મધ સાથે લેવું. ૭ દિવસમાં ફાયદો બતાવે છે. બ્રાહ્મીનું સરબત સુકા બ્રાહ્મીનાં પાન ૮૦ તોલા લઈ, સાફ કરી, આઠગણાં પાણીમાં અગ્નિની ધીમી આંચ આપીને કવાથ તૈયાર કરવો. જ્યારે તેમાં ચતુર્થાંશ પાણી બાકી રહે. ત્યારે ઉતારી લઈ કપડાંથી ગાળી લેવો. પછી એ ગાળેલા ક્વાથમાં પાંચ રતલ સાકર ઉમેરી કડક ચાસણી કરી લેવી, એટલે શરબત તૈયાર થશે. આ શરબત તરત જ કપડે ગાળી લેવું ને ઠંડુ થયેથી બાટલીમાં ભરી રાખવું. આશરે સાડાપાંચ રતલ જેટલું થશે. આ શરબત સવારસાંજ જમ્યા પછી એકથી બે તોલા જેટલું વાપરવું. બ્રાહ્મી ગુટિકા બ્રાહ્મીનું ચૂર્ણ અને શિલાજીત બરાબર લઈ મધમાં ગોળી બનાવવી. તેને છાંયડે સુકવી લેવી. તેમાંથી એકેક ગોળી સવારસાંજ વાપરવાથી સારો ફાયદો થાય છે. સારસ્વત ચૂર્ણ ૧૧ કુષ્ઠ, અશ્વગંધા, સંચળ, અજમોદ જીરૂ, શાહજીરૂ, સુંઠ, મરી, પીંપર, કાળીપાટ અને શંખાવલી; એ પ્રત્યેક સમાન ભાગ લઈ તેની બરાબર વજ લેવો. એનું ચૂર્ણ બનાવી બ્રાહ્મીના રસમાં ૭ દિવસ સુધી ઘુંટવું. પછી તેને સૂકવી લેવું. આ ચૂર્ણ મધ અને ઘી ના સાથે ૧ તોલા પર્યંત સાત દિવસ સુધી લેવું. એના પ્રભાવથી સ્મૃતિ ઘણી સુધરી જાય છે. ૧૨ ગળો, અધેડો, વાવડીંગ, શંખાવલી, બ્રાહ્મી, વજ, સુંઠ અને શતાવરી સરખાભાગે લઈ તેનું ચૂર્ણ કરવું. ઘી ની સાથે સેવન કરવાથી ત્વરિત ફાયદો કરે છે.
SR No.032030
Book TitleSachitra Siddh Saraswati Sindhu
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSankheshwar Parshwanath Jain Mandir
Publication Year1994
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy