SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્તાઓ, બાગ-બગીચા અને યુવકો માટે રમતના મેદાનોની તાતી જરૂર છે. સુખાકારી માટે નગરની જળવ્યવસ્થામાં સુધારો કરવા ધ્યાન કેન્દ્રિત કરવાની ખાસ જરૂર છે. હાલની જળવ્યવસ્થા અપૂરતી તો છે જ પરંતુ તેથી પણ મહત્ત્વનો મુદ્દો દુષિત પાણીનો છે. ફલોરાઇડ તેમજ અન્ય દોષોવાળું મિશ્રિત પાણી નાગરિકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમી થઈ પડ્યું છે. જળ-વ્યવસ્થાનો યોગ્ય વિકલ્પ શોધી કાઢવા રાજ્યકક્ષાના પ્રવાસો પણ જરૂરી છે. 12. નગરપાલિકાનો ઉત્કર્ષ પણ નાગરિકોના પ્રામાણિક યોગદાન પર નિર્ભર છે. નગરજનોએ પણ આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જવાબદારી વહન કરવાની હોય છે. 13. મુખેશ્વર બંધમાં અટવાયેલાં સરસ્વતીના જળને કારણે તે વિસ્તારોમાં હરિયાળી ક્રાન્તિ સર્જવા તે જળ કેટલો ફાળો આપી રહ્યું છે તે એક જુદી વિચારણાનો વિષય છે, પરંતુ સરસ્વતીનાં જળ સૂકાવાથી શ્રીસ્થલના સરસ્વતી માહાભ્ય તેમજ શ્રીસ્થળના ભૂગર્ભ જળસ્રોતોને ભારે હાનિ ઉઠાવવી પડી રહી છે. 14. મુખેશ્વર બંધથી હરિયાળી ક્રાન્તિનો લાભ કેટલા કુટુંબોને પહોંચાડી શકાય તેમ છે; તેનું જો યોગ્ય સર્વેક્ષણ કરવામાં આવે તો તેના વિકલ્પમાં લાખો કુટુંબોને સરસ્વતી સ્નાનના માહાભ્યના ધાર્મિક લાભથી વંચિત કરી દેવાયાં છે તે એક નોંધપાત્ર હકીકત છે. 15. દેશભરના અસંખ્ય ધાર્મિક શ્રદ્ધાવાન યાત્રિકો અહીં આવીને સરસ્વતીના પટમાં જળને બદલે જે રેતી જુએ છે તેનાથી તેમની ધાર્મિક ભાવના દુભાય છે. જળસ્રોતોના સૂકાવાથી પાણીના સ્તર એટલાં બધાં ઊંડા પહોંચ્યા છે કે પાતાળ કુવાઓનું ફૂલોરાઇડ મિશ્રીત પાણી પીવાનો લાભ આ બંધે પૂરો પાડ્યો છે. જળ એ જીવન છે અને પેય જળની આ દુર્ગતિ નિવારવા જડબેસલાક પ્રયત્નોની જરૂર છે. 16. છેલ્લા બે સત્રથી વિધાનસભાના એક જાગૃત સભ્ય આપણને મળેલાં છે. એવા જાગૃત સભ્યોની શહેરને જરૂર છે. તેમના સહકારથી એચ.વી કેન્દ્ર સેવાનો રાહ કંડાર્યો છે. હજુ પણ ખૂબ ક્ષેત્રે અવકાશ છે. તેઓના જ્ઞાન, અનુભવ તેમજ વ્યક્તિત્વને સહારે શહેરના વિકાસનો નકશો હજુ વિસ્તીર્ણ માનાંકના લક્ષ્ય વિસ્તારી શકાય તેમ છે. 17. શહેરમાં સાહિત્ય વર્તુલની એક પ્રવૃત્તિ ગદ્ય-પદ્ય સાહિત્યની અભિરુચી જગાવવા કાર્યશીલ છે. આ પ્રવૃત્તિએ શહેરના યુવકોમાંથી ગદ્ય-પદ્ય સાહિત્યના ક્ષેત્રે સર્જનના નવીન સર્જકો પણ સર્જેલા છે. 18. શહેરની મધ્યમાં ડોંગરે મહારાજ પ્રેરિત ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સાધુઓને એક સમયનું મધ્યાન્હ ભોજન આપવાની વ્યવસ્થા પણ અસ્તિત્વમાં છે. 19. અરવડેશ્વર વિસ્તારમાં તુલસીદેવ તપોભૂમિ ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રે (૧૩)
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy