SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨. નગરની નવીન રંગ-રંગોળી 1. નગરની હાલની જનસંખ્યા ............... છે. જેમાં મુખ્યત્વે બ્રાહ્મણ, વહોરા, પાટીદાર, વાણિયા, મોદી સમાજની જનસંખ્યા આંખે ઊડીને આવે તેવી છે. 2. જેમ આ નગર હિન્દુઓ માટે યાત્રાધામ છે તેમ વહોરા સમાજનું પણ તે એક યાત્રા કેન્દ્ર છે. દેવડી તેમનું મુખ્ય સ્થાન છે. 3. પ્રતિવર્ષ નગરપાલિકાની આવકમાં યાત્રા કર દેખાઈ આવે તેવો હોવા છતાં આ યાત્રાધામ ને સરકારી યાત્રાધામનો દરજ્જો પ્રાપ્ત થઈ શક્યો નથી તે નેતૃત્વની નિર્બળતા જ સુચવે છે. નેતાગીરીનું દુર્લક્ષ્ય જ જવાબદાર ગણાય. 4. આજુબાજુના ગામોની મુમન-પાટીદાર કોમોએ આ નગરને વતન જેવું બનાવી તેના ધંધા-વેપારના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપેલ છે. 5. ભૂતકાળમાં આ શહેરના નાગરિક એવા વણિકોએ શહેરને કાપડઉદ્યોગનું કેન્દ્ર બનાવી સખવતોથી શહેરને સમૃદ્ધ કરેલું છે. સયાજી મીલ, સિદ્ધપુર મીલ તેમજ હરિકોટન મીલ તેમ ત્રણ ત્રણ કોટન મીલોના હજારો કામદારોથી ધમધમતું નગરનું જીવંત દૃશ્ય આજે તો અલોપ થઈ ગયું છે. 6. ભૂતકાળના વહોરા સમાજના દાની સગૃહસ્થોના દાનથી ટાવર-હોસ્પિટલ જેવા અદ્યતન સાધનોથી શહેરની સજાવટ થયેલી છે. આ કોમના સગૃહસ્થો શહેરને અદ્યતન હરોળમાં લાવવા આજે પણ શક્તિમાન છે જ . ફૂત સવાલ એટલો જ છે કે આવા શક્તિસમ્પન્ન પુરુષોનું ધ્યાન જે હાલ બહિર્મુખ છે તેને શહેર ભણી અંતર્મુખ કેમ કરી કરવામાં આવે. 7. એક આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઇસબગુલ ઉદ્યોગ અહીં એક મહત્ત્વના કેન્દ્ર જેવો વિકસેલો છે. આ ઉદ્યોગ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને પણ સમૃદ્ધ બનાવવા હુંડિયામણ કમાવી આપે છે. 8. એવી રીતે હુંડિયામણ કમાવી આપનાર એક અન્ય ઉદ્યોગ હીરા-ઉદ્યોગ છે. તેનો વિકાસ પણ શહેરમાં નોંધપાત્ર રીતે વિકસી રહ્યો છે. . અહીંની મહાપાઠશાળા (કોલેજ) જેવી શૈક્ષણિક વ્યવસ્થા શહેરના વહોરા સગૃહસ્થો દ્વારા શહેરને ઉપલબ્ધ છે. 10. નદી પાસે ધર્મ ચકલામાં નવીન બંધાયેલ ટાવર મનુ. હ. દવે ટાવર તરીકે ઓળખાય છે. 11. નગરપાલિકા પણ એક એવી સંસ્થા છે જે જનહિત અને શહેરની સુખાકારી માટે મહત્ત્વપૂર્ણ છે. મનમાં જનહિતનું ચિંતન અને રટન કરતા નિસ્વાર્થ પ્રતિનિધિઓ શહેરની સ્વચ્છતા, શોભા તેમજ નાગરિકોની સુવિધાઓ પૂર્ણ કરવા કટિબદ્ધ બની શકે છે. શોભા માટે ગંદકી નાબૂદી કાર્યક્રમ, યોગ્ય સ્થળોએ વૃક્ષારોપણ, પહોળા ૧૩૩
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy