SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પોષણ મુલ્ય નષ્ટ થવાથી તે નિસત્વ જેવો થઈને રહે છે. નિસત્વ ખોરાક શક્તિપ્રદ ખોરાકનું સ્થાન લઈ શકે નહીં. ફરસાણ જેવા બજારૂ ખોરાકો ભલે સ્વાદ અને ભૂખને સંતોષતા હશે પરંતુ તે લાંબા સમય પૂર્વ તૈયાર થયેલા હોવાથી વાસી પદાર્થોની સંજ્ઞામાં આવે છે. વાસી પદાર્થો હોજરીની પાચનક્રિયાને અવરોધે છે. તૂર્ત જ તૈયાર થયેલો ખોરાક આંતરડા અને હોજરી બંનેની ક્રિયાઓમાં મદદરૂપ બને છે. ઓછા પોષણમુલ્ય વાળો ખોરાક પચાવવા હોજરીને કસરત તો કરવી પડે છે. ઓછાં પોષણમુલ્ય ધરાવતો તેમજ પોષણમુલ્યહીન ખોરાક હોજરીને નિરર્થક કસરત આપી શરીરને પણ કોઈ બલ પ્રદાન કરતો નથી. આરોગ્ય શાસ્ત્રમાં એવું મંતવ્ય છે કે હોજરીની આ નિરર્થક કસરત માટે પણ હોજરીને લોહીની જરૂરત રહે છે. આ નિરર્થક કસરત અટકાવી એ જ લોહી બીજા અવયવોને જો પૂરું પાડવામાં આવે તો બીજા અવયવોની કાર્યશક્તિ ખીલી ઉઠે છે. બહુજ સ્વાદિષ્ટ ખોરાક જીભને આનંદદાયક લાગતો હશે પરંતુ તે આનંદના અતિરેકમાં યોગ્ય પ્રમાણની મર્યાદા ઓળંગવાનો ખતરો સામે લટકતો જ હોય છે. આ ભયથી હોજરીને અતિરિક્ત બોજો ઉઠાવવાનો રહે છે. સંયમપૂર્વકની ટેવ તેનો રામબાણ ઇલાજ છે. આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવવા વપરાતા રંગ અને એસેન્સ તેમજ વિવિધ ક્ષારોવાળા ખોરાકની આદત બહુ જ જોખમી છે. શરીરના વિકાસ માટે; મિલાવટ થતા આ પદાર્થોનો કોઈ ઉપયોગ તો નથી જ પણ ભયસ્થાનો અવશ્ય છે. ભોજનમાં ઉપયોગમાં લેવાતી થાળી-વાટકો-ગ્લાસ વગેરે વસ્તુઓની સંપૂર્ણ કાળજીભરી સફાઈ લૉજ-રેસ્ટોરાં કે સમુહ ભોજનના પ્રસંગોમાં થતી હશે જ એવી સો ટકા ખાતરી ધરાવી ન શકાય. ડીટેજન્ટ પાવડરથી ઓછા પાણીથી સાફ થતાં વાસણો ખોરાકમાં ડીટર્જન્ટની અસરો પણ છોડે છે. ડિટર્જન્ટ પાવડર કે સાબુ એટલી બધી વ્યાપક અસરો વાસણ કે કપડાં પર છોડે છે જે સામાન્ય સાફસુફીથી નષ્ટ થતી નથી. તે નોંધ લેવા જેવી હકીકત છે. આ લેખકે ઉત્તર ભારતના ઘણા જાહેર ભોજનાલયો જોયેલાં છે કે જેમાં ભોજન માટે પત્તલ આપવામાં આવે છે. નિર્દોષ ભોજન માટે બહાર સમૂહમાં આ એક ઉત્તમ અને સસ્તું સાધન છે. સમૂહમાં થાળી-વાટકાને બદલે પડિયા-પતરાળાંનો ઉપયોગ બહુ જ ઉત્તમ અને નિર્દોષ ગણી શકાય તેવો છે. પીવાનું જળપાત્ર અને જળ પોતાનું જ હોય તો અનેક સંગ-દોષોના આક્રમણથી બચી શકાય તેમ છે. શાંત, પ્રસન્ન અને એકાગ્રચિત્તે જમવાનું મહત્ત્વ સવિશેષ છે. કહેવત છે કે ભજન તેમજ ભોજન એકાંતમાં જોઈએ. - ભોજનના પ્રારંભમાં આદુ સાથે ભાત ખાવાનો જે રિવાજ છે તે જેટલો લાભદાયક છે એટલો જ લાભ ભોજનાને છાશ પીવાના ક્રમનો છે. કહેવાયું છે કે ભોજનાને અમૃતમ તક્રમ્ (તક્ર એટલે છાશ) ૮૩
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy