SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપજાવવાના સેંકડો પ્રસંગો જાણવા મળે છે. બ્રિટનના ગોમાંસ પેકેજ ઉત્પાદનની વર્તમાન ઘાતક અસરો એક મોટું ઉદાહરણ છે. બ્રિટનના વૈજ્ઞાનિકોનું મંતવ્ય છે કે ગાયોને લાગુ પડેલ પાગલ ગાય-રોગ પણ ગાયોના પરમ્પરાગત ખોરાકમાં આવેલ બદલાવનું કારણ છે. ત્યાં ગાયોમાં માંસનું ઉત્પાદન વધારવા અન્ય નાનાં પ્રાણીઓનું માંસ ગાયોને ખવરાવવાનું એક કોર્મશીયલ કામ કેટલાય વર્ષોથી શરૂ થયેલું, આ માંસ ભક્ષણ દ્વારા ગાયોમાં આ રોગ ફેલાયેલો છે. ગાયના પરંપરાગત ખોરાકની સાથે ચેડાં કરવાનું પરિણામ એ આવ્યું છે કે આજે લાખો ગાયોની કતલ કરવામાં ન આવે તો બ્રિટનનો માંસ-ઉદ્યોગ પડી ભાગે તેમ છે. યુરોપીય બજારોએ તેની આયાત પર પ્રતિબંધ મૂકેલો છે. ભારતીય પરંપરા મુજબ તાજો ઘરમાં કે સમુહમાં જાત નિરીક્ષણ નીચે તૈયાર કરાયેલો ખોરાક એજ સર્વોત્તમ ખોરાક છે. બજારૂ ખોરાકો શરીર પર તાત્કાલિક કે દૂરગામી વિપરીત અસરો ઉપજાવી શકે છે તેના ઉદાહરણોથી છાપાં ભરપૂર હોય હવે ત્રીજા મુદ્દાને સ્પર્શીએ. ભોજનના કાચા પદાર્થો ઉત્તમ, શુદ્ધ, સાત્ત્વિક અને પૌષ્ટિક કક્ષાના હોવા જોઈએ. તેની સાબિતી તો ફક્ત જાત નિરીક્ષણ નીચે તૈયાર થયેલા ભોજન સિવાય તદ્દન અસંભવિત છે. આકર્ષક વિજ્ઞાપનોથી તે સાબિત થઈ શકે નહીં. ભોજ્ય પદાર્થો શુદ્ધ હવા જોઈએ તેની સાથોસાથ તે પદાર્થો શુદ્ધ જળ, શુદ્ધ વાસણ અને શુદ્ધ હાથે તૈયાર થયેલા હોવા જોઈએ. તૈયાર પીણાંઓ કે ખાદ્યપદાર્થો આવી સો ટકા ગેરંટી તો પૂરી પાડી શકે નહીં. પદાર્થો ભલે શુદ્ધ અને સારા હોય પણ તેને ખોરાક તરીકે ઉપયોગમાં લેવા અપનાવાયેલી પ્રક્રિયા પણ જો પ્રદુષણયુક્ત હોય તો પણ તેની શુદ્ધતા જોખમાય છે. ઉપયોગમાં લેવાતા વાસણો પણ પ્રદુષણમુક્ત ખોરાક બનાવવામાં ઘણો મોટો ભાગ ભજવે છે. પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતાં માટી, પત્થર કે તાંબા-પિત્તળની ધાતુઓનાં વાસણો, ખોરાકમાં કોઈ ઝેરી પદાર્થો છોડતા નથી તે એક અનુભવિત જ્ઞાન છે. જ્યારે પ્લાસ્ટિક, લોખંડ કે એલ્યુમીનમના વાસણો ખોરાકમાં પોતાની અસરો છોડે છે તે એક નિર્વિવાદ સત્ય છે. ખાવા-પીવામાં આવા વાસણોનો ઉપયોગ હિતાવહ નથી એવી ચેતવણીઓને અનસુની કરવામાં પણ શરીરનું હિત સચવાયેલું નથી. આજના કોર્મશીયલ યુગમાં ઘણું ઘણું અવનવું તૈયાર થશે પણ તેનો ઉપયોગ બીન જોખમી છે તેવું માની લેવાની ભૂલ ન કરવી જોઈએ. ભોજનના પદાર્થોના ગુણદોષોનું અવલોકન પણ જરૂરી છે. આજથી ચાર દસકા પહેલાં દાળો-ચોખા જે રીતે તૈયાર કરવામાં આવતા હતા તેમાં યંત્ર ઉદ્યોગોથી ભારે પરિવર્તન આવેલું છે. આજે જે સફાઈબંધ દાળો કે ચોખા ખરીદવામાં આવે છે તે બનાવટો યંત્રોના ઉપયોગથી આકર્ષક પદાર્થો બનાવવાના હેતુથી થાય છે. આ હેતુથી પદાર્થો આકર્ષક તો લાગે છે પરંતુ તેનું પોષણ મુલ્ય નષ્ટ પામે છે. (૮રો
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy