SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ તેમ છતાં છદ્મસ્થતાથી ભૂલા રહેવા પામશે તે તે બીજા પુરૂષો સુધારવા નીકળ્યા વિના રહેશે નહી. અમે એવું માનનારા છીએ કે, ભૂલ થશે, એવા ભયથી સર્વથા ન કરવું તેના કરતાં ભૂલ થશે તા સુધરશે એવા વિચારથી કામ કરવુ એજ પ્રતિ (progress) ના ખરા માર્ગ છે. વેદાન્તના ઉપનિશો ભગવદ્ગીતા વગેરેનાં સબંધમાં જેમ બન્યું તેમ શા માટે નહીં અને ? આગળ ઉપર કાં એમ નહીં બને કે, જેમ ઉપનિશદેાનાં અને ભગવદ્ગીતાનાં ભાષાંતરા જૂદા જૂદા ભાષાંતરકારાએ કર્યાં છે તેમ કરીને વસ્તુને યથાર્થતા અપાય ? ચેાથી દલીલ એવી લાવવામાં આવે છે કે, લખાએલાં સૂત્રાનેા ઉપયેાગ મર્યાદિત માણસાની સંખ્યા લઇ શકે છે, છપાય તો ખીન્ન પણ લઇ શકે અને તેથી અનધિકારે નુકશાન થાય તેનુ કેમ ? આનેા ઉત્તર અમારા આ પ્રમાણે છે: અમેા હવે પછીના પૃષ્ટામાં બતાવીશુ કે, જે અત્યાર સુધીની માનીનતા છે કે, શ્રાવક વર્ગથી ત્રા ન વંચાય એવી માનીનતા બદલાયેલા સંજોગામાં કાયમ રાખવી યાગ્ય છે કે નહીં. છપાતાં વધારે પ્રતા થતાં અનધિકારે નુકશાન થવા રૂપ દલીલના જવાબમાં અમે એમ જણાવવા રજા લઇએ છીએ કે, અમે બહુ તેા એક હજાર પ્રતા અકેક સૂત્રેાના તૈયાર કરાવી શકયુ, પણ આપણાં અકેક સૂત્રની જૂદા જૂદા ઉપાશ્રયેા-ભડારા અને પુસ્તકાલયા, તથા મુનિ મહારાજોની પાસેની લખેલી પ્રતાની સંખ્યાની ગણત્રી કરવામાં આવે, તે અમારી છપાએલી પ્રતાની સખ્યા કરતાં ઘણી વધી જવા પામશે. એ વધી જવા પામે, તો પછી આપણે વધારે સંખ્યાથી કાઈ જાતનું નુકશાન થયેલું હાય, એમ ર્યાદ કરતા નથી. જો એમ કહેવામાં આવે કે, છપાએલી પ્રતા થાય તે તે સસ્તી કીમતે મળી શકે અને તેથી અનધિકારી પણ ઉપયાગ કરે અને તેથી નુકશાન થાય; આના સબંધમાં અમે એમ પૂછવા રજા લઈએ છીએકે, શ્રીસૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્ર શાહ ભીમશી માણેકે છપાવેલ છે તેથી કેટલું નુકશાન આજ સુધી થવા પામ્યું છે ? રાયધનપતિસિહુ બહાદૂરે ઘણા અંગ-ઉપાંગા છપાવ્યાં છે તેથી સામાન્ય જૈન પ્રજાના નૈતિક અને ધાર્મિક વિચારાના સંબંધમાં શું નુકશાન થયું છે ? ખીજા જૂદા જૂદા માણસાએ આજ સુધીમાં કેટલક સુત્રા મૂળ રૂપે ગુજરાતી અર્થ સહિત છપાવ્યાં છે તેથી જૈન સમાજમાં દૃશ્ય એવું કાઇ નુકશાન થયેલું છે ? અમને લાગે છે કે, આવા વિચારે જો ક્રમપૂર્વક અનુભવમાં લેવામાં આવે, તેા આ પ્રકારની દલીલામાં રમવાનુ અમારી જૈન પ્રજાના જે ભાગ કરે છે, તે કરે નહીં. એક એવી પણ દલીલ આવે છે કે, યાગ-વહનઆદિ ક્રિયા કર્યાં બાદ મુનિરાન્તેને આગમનુ વાંચન થઈ શકે છે, તે ક્રમ સૂત્રેા છપાય તો કેમ જળવાઈ શકે ? આવી દલીલ કરવી ફેગટ છે, કારણ કે તેવી લાભકારક ક્રિયા ન કરવી એમ આગમનું મુદ્રણ કાંઇ કહેતું નથી. છપાએલા હાય, પણ તે અમુક ક્રિયાએ કર્યાં બાદ વાંચન અર્થે ઉપયેગમાં લેવાની કાણુ ના પાડે છે ? યાગવહનાદિ ક્રિયા કર્યાં બાદ આગમા લખેલ હાય કે છાપેલ હેાય, પણ -વાંચવા વિચારવાને ક્રમ સપૂર્ણ પણે જાળવી શકવામાં કાંઈ અડચણ આવવીજ ન ઘટે. આ સઘળી હકીકત જોયા બાદ, અમે આશા રાખીએ છીએ કે, અમારા મુનિમહારાજોને ખાત્રી થવી જોઇએ કે, કાઇ પણ પ્રકારની અડચણે! નયા વિના મુનિ મહારાજોને આ યાજનાથી સર્વથી વિશેષ લાભ થવા યેાગ્ય છે.
SR No.032016
Book TitleJinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Original Sutra AuthorN/A
AuthorJinagam Prakashak Sabha
PublisherJinagam Prakashak Sabha
Publication Year1913
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy