SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ વર્ષ સુધી કાયમ રાખેલા ઉત્સાહથી બુદ્ધ ધર્મના સંબંધમાં હિત ધરાવનાર આલમ ઉપર તે સસ્થાએ ચિરસ્થાયી ઉપકાર કર્યેા છે. અમદાવાદની આ સસ્થા સંમુખ પણ તેવાજ પ્રકારની ઊમદા તક છે. તેની નાણા વિષયક પદ્ધતિ જોતાં તેને નિરૂત્સાહી કરવાને પ્રયત્ન કરવામાં આવે તા અમે ધણા દિલગીર થઇશુ. આ રીતે પ્રસિદ્ધ કરવા ધારેલા પુસ્તકોની શ્રેણીને ો કે માન તેા ધણુંએ મળરો, છતાં તેવી જાતનાં પ્રસિદ્ધ થયેલાં બધાં પુસ્તકાની માફક વહેંચાવા કરતાં વધારે વખણાશે અને ખરીદાયા કરતાં વધારે વંચાશે. જે વ્યાપારી પદ્ધતિ ' પર આ પુસ્તકા પ્રક્ટ થવાના છે, તેના વિચાર કરતાં તેની ફતેહના સંબંધમાં કેટલીક શ`કા અમને ઉદ્ભવે છે. સેકડા જૈન એવા છે કે એકાદ વ્યક્તિ આ ધારેલું. બે લાખનું ખર્ચ જાતે આપી શકે, ફક્ત તેમને આ પ્રયાસના પ્રશસ્ય હેતુ સમનવવા જોઇએ છે. સાહિત્ય વિષયક પ્રયાસ કે જેમાં જ્યા પારની રીતે કાંઈ .ંમત નથી, તે વિદ્યા રસિક ધનવાનની ઉદાર સહાય વિતા ભાગ્યેજ ફળીભૂત થઈ શકે. ( ધી Ăામ્બ ğાનીકલ, ૧૪-૮-૧૯૧૩ ). નામદાર જ સાહેબ કૃષ્ણલાલભાઇ લખે છે કેઃ~~~ મુંબાઈ. તા. ૧૯-૮-૧૩, સ્નેહીભાઈ મનસુખલાલ, જિનાગમ પ્રકાશની ખબર તમારો કાગળ આવતાં પહેલાં પણ ન્યુસપેપરમાં વાંચી હતી. પ્રયાસ બહુ સ્તુત્ય છે. નાણાની મેાટી રકમની જરૂર એ પ્રયાસની ફતેહ માટે અનિવાર્યું છે. પર`તુ જૈન કામ ધનાઢ્ય છે, ને એ શુભ કામને સહાય કરવા તથા પાર પાડવા કોઇ પણ સભાગ્ય માસ મળી આવશે. તમારી તથા પુન્તભાઈની સાત્વિક વૃત્તિને જરૂર પરમેશ્વર મદદ આપશે. લી. કૃષ્ણલાલની સલામ. આ સંબધમાં થોડે ખુલાસા અત્ર કરીએ છીએ: અમે માનીએ છીએ કે, ધી Ăાએ ફ્રાનીકલની અને શ્રીયુત કૃષ્ણલાલભાઇની સૂચના મને અંગત હાય તેના કરતાં સામાન્ય જૈન પ્રજાને ખાસ સમાધીને કરી જણાય છે. આવી પ્રખર યાજના પાર ઉતારવા જૈનપ્રા નાણા વિષયક સહાયક થવા પ્રેરાય તે હેતુએ તેઓએ સુચન કર્યું સભવે છે. "" આ સૂચના કરનાર પુરૂષોને અંતઃકરણથી ઉપકાર માની અમે તેને માટે અમારે જે કહેવુ છે તે કહીએ. એ વાત કેવળ સત્ય છે કે, નાણુ ના મેાટા ભડેાળથી ઓછા વખતમાં આ યાજના પાર પાડી શકાય, પરંતુ જરા ધીમાશથી કામ થાય તેટલા પુરતી નુ*સાની સહન કરીને, અમે એવુ બતાવવા ઉમેદ રાખીએ છીએ કે, થેાડા ભડાળ છતાં, યેાગ્ય વ્યવસ્થાથી સારૂં કામ થઇ શકે છે. આ કારણથી અમે મેટા ભૐાળની અપેક્ષા અત્યારે રાખતા નથી. જો સમાજના પૂર્ણ સતાષને પાત્ર કામ થશે તે નાણા વિષયક અગવડ પડશેજ નહીં. એક વિદ્વાન મુનિ મહાશયના શબ્દોમાં કહીએ, તેા “ પૈસાથી કાર્ય નથી, પરંતુ કાર્યથી પૈસા છે. અમેા અત્યારે જે ઉત્સાહ ધરાવીએ છીએ તે પ્રભુ કૃપાએ અખંડ રહે, તે અમને ખાત્રી છે કે, આ કામ એવા પ્રકારનું થશે કે, જેથી અમારે પૈસા માટે ભીક્ષા માંગવા જવું નહીં પડે, પરંતુ જૈનપ્રા પોતાની જરૂરીઆત (nescessity) હાંસ અને પ્રીતિ એ ત્રણ કારણેાથી અમેને દ્રવ્ય આપવા આવવાની કૃપા કરશે. કાર્ય થય પહેલાં કાર્ય સારૂંજ કરીશું એ પ્રકારનું કથન, કાંક અસભ્ય લાગતુ હોઈ, આટલા ખુલાસા પણ વધારે પડતા અમેાને લાગે છે. ટુંકમાં અમે એટલુંજ કહેવા ઇચ્છીએ છીએ કે, ભાઈ પુજાભાઇ હીરાચંદ ` વાળી રકમ અમારા હાલનાકામને માટે પુરતી છે,
SR No.032016
Book TitleJinagam Vistar Ane Agam Prakashan Ange Vicharo
Original Sutra AuthorN/A
AuthorJinagam Prakashak Sabha
PublisherJinagam Prakashak Sabha
Publication Year1913
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy