SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં તર્ક અને પ્રમાણ વિષયક અભ્યાસ થાય છે, તે પણ બહુધા નવ્ય ન્યાયની પરિપાટીમાં જ થાય છે. તમાકાની શૈલી પણ તેવી જ રહી છે. તેથી તેનું મર્મોદ્ઘાટન કરતું વિવરણ પણ તે જ શૈલીમાં હોય તો જ અભ્યાસીઓનું કાર્ય સુગમ બને. રત્નકમાં વિવરણ આ મુદ્દાને લક્ષ્યમાં લઈને જ લખાયું છે. ઓછામાં ઓછું ત્રણેક વખત આ વિવરણમાંથી પસાર થવાનું બન્યું છે, અને દરેક વખતે મૂળ ગ્રંથના આશયને સ્ફટ કરવામાં આ વિવરણે ઘણું આલંબન પૂરું પાડ્યું છે. એમ લાગે કે આ વિવરણ ન હોય તો કદાચ અલ્પ ક્ષયોપશમી અભ્યાસીઓ નાસીપાસ જ થઈ જાય. આ મહત્ત્વપૂર્ણ અને અત્યુપયોગી વિવરણની રચના કરીને તેના કર્તા ગીતાર્થશિરોમણિ સૂરિપુંગવ શ્રીવિજયઉદયસૂરીશ્વરજી મહારાજે જિજ્ઞાસુઓ ઉપર મહાન ઉપકાર કર્યો છે, તે નિઃસંદેહ છે. તપગચ્છપતિ શાસનસમ્રાટ બાલબ્રહ્મચારી આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટશિષ્ય અને પરમવિદ્વાન એવા આ ટીકાકાર આચાર્યશ્રી માટે એકવાર અમદાવાદના ખ્યાતનામ વકીલ શ્રી કેશવલાલ પ્રેમચંદ મોદીએ કહેલું કે “ઉપાયશોવિજયજી પછી તેમના જેવા વિદ્વાન કોઈ થયા હોય તો તે વિજયોદયસૂરિ છે. આમના જેવા વિદ્વાન આવતાં સો વર્ષમાં થશે નહિ.” વર્તમાનકાળે વિદ્વાનો, વિદ્વાન સાધુજનો ઓછા નથી, ઘણા છે. ગીતાર્થ, અથવા તો પોતાને ગીતાર્થ ગણાવનારા પુરુષો પણ ઘણા છે. પરંતુ, આચારાંગ-વૃત્તિમાં કે કલ્પભાષ્યાદિમાં વર્ણવેલ ગીતાર્થસૂરિના ગુણો ધરાવનાર બહુશ્રુત જન તો આજે શોધ્યા જડે તેમ નથી લાગતું. “ગીતાર્થ' શબ્દની તમામ અર્થછટાઓ અને તેના પરમાર્થની તમામ અનુભૂતિઓ જેમનામાં જડે તેવા ગીતાર્થ તો, ગીતાર્થોની યશોજ્જવલ પરંપરામાં છેલ્લા એવા વિજયોદયસૂરિજી મહારાજ જ થયા છે. વીસમા સૈકાના જૈન સંઘનો સર્વગ્રાહી તથા સર્વાગી અભ્યાસ તથા અવલોકન કર્યા પછી આવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ જણાતી નથી. વિદ્વાન થઈ શકાય, ગીતાર્થ નહિ. ટીકાકાર બની શકાય, હાર્દ સુધી પહોંચવાનું મુશ્કેલ. રત્નપ્રભાના નામ પાછળ પણ રોચક ઇતિહાસ છે, ડૉ. ત્રિકમલાલ અમથાશાહ એ અમદાવાદના ઉચ્ચ કક્ષાના હોમિયોપેથ ડૉક્ટર હતા. પોતાના સમયમાં ભારતમાંથી વિલાયત જઈને M.D. થનારા એ પ્રથમ સજ્જન હતા. તેમની ધીકતી પ્રેક્ટીસ અને ગર્ભશ્રીમંત પરિસ્થિતિ–બધું જ ત્યાગીને પાકટ વયે તેમણે સજોડે પૂજય શાસનસમ્રાટ વિજયનેમિસૂરિ મ. પાસે દીક્ષા ગ્રહણ કરી. તે દહાડે એમની દીક્ષામાં અમદાવાદના ભારતીય તથા અંગ્રેજ એવા તમામ નામાંકિત ડૉક્ટરો ઉપસ્થિત હતા, અને જયારે ડૉ. ત્રિકમલાલ મુંડન કરાવી મુનિવેષ પહેરીને મંડપમાં આવ્યા, ત્યારે એ તમામ ડૉક્ટરો ધ્રુસકે રડ્યા હતા. દીક્ષા પછી તેઓ મુનિ રત્નપ્રભવિજયજી ના નામે સ્થપાયા. વિદ્યાવ્યાસંગી જીવ, એટલે વાંચન, લેખન, અધ્યયન પુષ્કળ કરે. તેમણે અંગ્રેજીમાં “શ્રમણ ભગવાન મહાવીર' નામે ૮ ભાગમાં ભગવાનનું આગમાનુસારી જીવનચરિત્ર લખ્યું છે, જેની દેશ-વિદેશોમાં મોટી માંગ રહી હતી, અને આજે પણ તેની માંગ છે. તદુપરાંત, “જીવવિચાર' પ્રકરણનું વૈજ્ઞાનિક પદ્ધતિએ
SR No.032013
Book TitleJain Tark Bhasha
Original Sutra AuthorN/A
AuthorTrailokyamandanvijay
PublisherJain Granth Prakashan Samiti
Publication Year2009
Total Pages342
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy