SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજીમાં રૂપાંતર કરેલું. “હોમિયોપથી ચિકિત્સાસાર' નામે પુસ્તક બે ભાગમાં ગુજરાતીમાં લખી પ્રગટ કરાવેલું. આગમિક અધ્યયન તો તેમણે કર્યું જ, સાથે તર્કશાસ્ત્રના ગ્રંથોનું પણ અવગાહન તેમણે પૂજ્ય ઉદયસૂરિ મહારાજ પાસે કર્યું હતું. તેમની વિજ્ઞપ્તિથી જ પૂ.આચાર્યશ્રીએ આ ટીકાની રચના કરી, અને તેનું નામ રત્નામાં આપ્યું. આ ટીકા વર્ષો અગાઉ તેમણે જ છપાવેલી, પરંતુ ગમે તે કારણે પ્રૂફવાંચન યોગ્ય રીતે થયું ન હોવાથી આખુંય પુસ્તક અશુદ્ધિના ટોપલા-સમાન બની રહેલું. આ આખો વિવરણગ્રંથ મૂળ ગ્રંથ સાથે શુદ્ધ સ્વરૂપમાં પ્રકાશિત કરવાનો વર્ષોથી મનોરથ સેવેલો, જે આજે સાકાર થાય છે તેનો આનંદ છે. तात्पर्यसंग्रहा આ વૃત્તિના રચયિતા અથવા સંયોજક જે કહીએ તે પંડિત સુખલાલ સંઘવી છે. મૂળે સ્થાનકમાર્ગી પરિવારના, પણ મૂર્તિપૂજક પરંપરાના આચાર્યની નિશ્રામાં ભણીને પંડિત થયેલા, અને પ્રજ્ઞાચક્ષુ થઈ જવા છતાં અંતઃપ્રજ્ઞાના બળે મૂર્તિનો સ્વીકાર કરીને તેની સ્તવના કરનાર પ્રતિભાસંપન્ન જૈન દાર્શનિક વિદ્વાન. સન્નતિત મહાગ્રંથનું તેમણે કરેલું સંપાદન કાલજયી સંપાદન છે. તે ઉપરાંત જૈનતાણા, જ્ઞાનવિવું તેમજ અનેક તેવા ઉચ્ચ દાર્શનિક ગ્રંથોનું તેમણે કરેલું સંપાદન, શોધ-સંપાદનના ક્ષેત્રે ઉદાહરણરૂપ અને ઉપાદેય ગણાય છે. તેમના વિચારો સુધારક હતા. પ્રારંભિક જીવનમાં જૈન ધર્મના લોકોની સાંપ્રદાયિક જડતા તથા કટ્ટરતાથી તેમ જ કેટલાંક અછાજતાં દૂષણોથી ઉભગેલા તેઓ ગાધીરંગે રંગાયા અને તેથી તેમના ઘણા વિચારો તથા પ્રતિપાદનો જૈન પરંપરાથી ઉફરાં થયાં હતાં. તેમના કેટલાક વિચારો તથા પ્રતિપાદનો સાથે પરંપરા સહમત ન હતી, નથી, સહમત થવાનું શક્ય કે ઉચિત પણ નહિ હતું. તેમ છતાં જ્ઞાન અને ક્ષયોપશમ તેમજ તે દ્વારા તેમણે મેળવેલી વિલક્ષણ દાર્શનિક પ્રતિભા - આ બધાં બાબતે તેઓ જૈન જગતના એક સ્વયંસિદ્ધ અજોડ પંડિત હતા તે વાતનો ઈન્કાર તો કોઈ કરી શકે તેમ નથી. તેમની જે વાતો સાથે સહમત થવાનું અશક્ય હોય તેવી વાતોનું યુક્તિ તથા પ્રમાણો પુર:સર ખંડન કે નિરાકરણ કરી શકાય. બલ્ક તેમ કરવું તે વિદ્યાકીય ક્ષેત્રનો માન્ય માર્ગ છે. પરંતુ કેટલાક લોકો તેમ કરવાને બદલે અથવા તેવું કરવા જતાં, તેમના માટે “આંધળો,” “આંખ ન હોય તેને અક્કલ કયાંથી હોય ?' વગેરે પ્રકારના તુચ્છતાદર્શક શબ્દો લખતાં જોવા મળે છે, તે બહુ વિચિત્ર લાગે છે. ખરેખર તો આ રીતે લખનારા લોકો પોતાની જ આછકલાઈ, ક્ષુદ્રતા તથા હિનતાને જાહેર કરતા હોય છે. જોકે આવા લોકોને પણ પં. સુખલાલજીનાં સંપાદનોનો આધાર લીધા વિના ચાલતું કે ચાલ્યું નથી જ. તાત્પર્યસંગ્રહમાં પંડિતજીએ તભાષામાં પ્રતિપાદિત વિષયો સાથે સંબંધિત ગ્રંથપાઠો ટાંકી આપ્યા છે. અભ્યાસીઓને તે તે વિષયના પૂર્વાપર સંબંધ જાણવા માટે તે બધા ગ્રંથો સુધી જવાનું કે તે તે પાઠો શોધવાની મહેનત કરવાનું ન રહે, અને તેમને બધા જ આવશ્યક સંદર્ભો એક જ
SR No.032013
Book TitleJain Tark Bhasha
Original Sutra AuthorN/A
AuthorTrailokyamandanvijay
PublisherJain Granth Prakashan Samiti
Publication Year2009
Total Pages342
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy