SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫.૧] પ્રત્યેક પ્રદેશે અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત સુખ પ્રશ્નકર્તા ઃ એ અહંકારી શક્તિ થઈને ? દાદાશ્રી : હા, એ પ૨પ્રકાશ, ઈન્ડિરેક્ટ પ્રકાશ. પ્રશ્નકર્તા : ના, એટલે એ આત્માની કહેવાય ? દાદાશ્રી : ત્યારે બીજા કોની કહેવાય ? પ્રકાશ. પ્રશ્નકર્તા : પણ આત્મા તો ફક્ત, એ તો... દાદાશ્રી : આત્માના બે પ્રકારના પ્રકાશ; ડિરેક્ટ પ્રકાશ ને ઈન્ડિરેક્ટ ૨૫૫ આ એમણે વકીલાતનું વાંચ વાંચ કર્યું, તે એ આવરણ ખુલી ગયું અને એ પ્રદેશ દેખાયો ખુલ્લો. તે પાછું સીધું જ્ઞાન નહીં આ, આ જ્ઞાન વાંકું હોય. કુમતિ, કુશ્રુત અને કુઅધિ. જે પ્રદેશનો ભાગ ખુલ્લો થયો, તે પ્રદેશનું એનું કામ ચાલુ થઈ જાય. પછી એ જ્ઞાનનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો, એ એની જોખમદારી છે. પ્રશ્નકર્તા : એ એની જોખમદારી છે ? દાદાશ્રી : હા. ઈન્કમટેક્ષમાં એક્સપર્ટ થયો પણ એક્સપર્ટ કરીને એને છે તે પેલાની પાસે પૈસા પડાવવા માટે કે ગોટાળિયું શીખડાવવા માટે એ પછી એને ભેગું થાય. વકીલ થયો તે ઊંધું કરવા માટે કે છતું કરવા માટે, એ એની જોખમદારી છે. પણ જ્ઞાન જ્ઞાન જ હોય છે, જ્ઞાન અજ્ઞાન હોતું નથી. અને પુતર્જન્મ વખતે આત્માતા પ્રદેશો લંબાય મૃત્યુ પ્રશ્નકર્તા ઃ આત્માના પ્રદેશો લંબાય છે ? દાદાશ્રી : હા, આત્માના પ્રદેશો લંબાય છે. તે કંઈ આગળ લંબાય છે ? જ્યારે અહીંથી બીજી યોનિમાં જાય છે ત્યારે લંબાય છે. તે કો'ક જ ફેરો, દરેક પ્રસંગમાં નહીં.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy