SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૧) આ તમે શેનું ભણ્યા ? પ્રશ્નકર્તા ઃ એન્જિનિઅર. દાદાશ્રી : એન્જિનિઅરનું એટલે એ આવરણ તૂટ્યું, એટલે એમાં તમને પ્રકાશ મળ્યો અને એ પ્રકાશ તમારું મેન્ટેનન્સ કર્યા કરે છે. આ ભાઈને ડૉક્ટરનું, આ બાજુનું તૂટ્યું, કોઈને આમનું તૂટ્યું, કોઈને આમ. આત્મામાંથી જ જ્ઞાન બધું નીકળે એવું છે પણ એના જુદા જુદા પ્રદેશો ખુલ્લા થયા એટલે એટલું આવરણ તૂટી ગયું બધું. જેનો જે પ્રયત્ન કર્યો એ આવરણ તૂટ્યું અને સંપૂર્ણ આવરણ નિરાવરણ થઈ જાય તો પરમાત્મા થઈ જાય. | ડિરેક્ટ કે ઈડિરેક્ટ બેઉ પ્રકાશ છેવટે આત્માના પ્રશ્નકર્તા : એટલે આખા જગતમાં અનંતા જીવો છે, તો અનંતા જીવોની આવી શક્તિ એક જ આત્મામાં પ્રગટ થાય છે? કોઈને ડૉક્ટરનું કીધું, કોઈને વકીલાતનું કીધું, પેલું દરજીનું કીધું તો એ બધી શક્તિઓ એક આત્મામાં રહેલી છે એવું ? દાદાશ્રી : બધી જ શક્તિઓ એક આત્મામાં. પ્રશ્નકર્તા: ના, પણ આ તો બધી પ્રાકૃત શક્તિઓ પ્રગટ થાય છે ને ? દાદાશ્રી : પ્રાકૃત શક્તિઓ પણ તે આત્માની શક્તિ છે ને છેવટે તો? છેવટે તો આત્મશક્તિ જ આ. પ્રાકૃતિક શક્તિ તો શું કામ કરે કે એ ક્રિયાકારી હોય એટલું જ, પણ તે એમાં જે જ્ઞાન છે એ તો આત્મશક્તિનું છે ને ! પ્રશ્નકર્તા ઃ એ આત્મશક્તિનું જ્ઞાન કહેવાય ? દાદાશ્રી : ત્યારે બીજા કોનું છે ? પ્રશ્નકર્તા: ના, પણ ડૉક્ટર થયો એ આત્મશક્તિથી ડૉક્ટર થયો? દાદાશ્રી : બધુંય થાય, એ તો બધી બુદ્ધિ. એની બુદ્ધિ એટલે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy