SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ [૯.૨] રૂપી-અરૂપી દાદાશ્રી : જાણી શકે, દેખે નહીં. પ્રશ્નકર્તા ઃ હા, જાણી શકે. દાદાશ્રી : દેખવું એટલે પોતપોતાની ભાષામાં સમજે છે. એટલે આંખે જેવું દેખાય એવું આમ સ્થળ. પ્રશ્નકર્તા: પેલું તો દેખી શકેને, કોઝલ બૉડી ? દાદાશ્રી : હા, એ બધું દેખાય. પ્રશ્નકર્તા ઃ આત્મા જાણી શકે અને કોઝલ બૉડી એ બધું દેખાય. દાદાશ્રી: દેખી શકે, કારણ કે કોઝલ બૉડી રૂપી છે. રૂપી હોય એ દેખાય, અરૂપી ના દેખાય. સિદ્ધશિલામાં ન રૂપી પદાર્થ કોઈ પ્રશ્નકર્તા : મોક્ષમાં જે આત્માઓ હોય, ત્યાં બધા આત્માઓ એકસરખા લેવલમાં જ હોય ? દાદાશ્રી એમાં ફેરફાર નહીં, એ તો દેહધારી જ ના હોયને ! એ તો અરૂપી હોય બધા. પ્રશ્નકર્તા જે મોક્ષનું સ્થળ કીધું છે ત્યાં કશું રૂપી ખરું? દાદાશ્રી : ના, અરૂપી. અરૂપીનો જ માલ અને અરૂપી જ વેપાર બધો. ત્યાં રૂપી-બુપી કશું છે જ નહીં. રૂપી હોત તો ફરી આત્મા ફસાત. ત્યાં રૂપી જેવી વસ્તુ જ નથી. પ્રશ્નકર્તા ઃ એ સિદ્ધશિલા ક્ષેત્ર એ રૂપી ખરું ? જેમ કે આ હિન્દુસ્તાન એવું, ત્યાં સિદ્ધશિલા જે કહે છે ? દાદાશ્રી : સિદ્ધશિલા એ રૂપી એનું કારણ શું કે અહીંથી છેટેથી જોઈ શકે આ તીર્થકરો. પણ એ ક્ષેત્ર આકાશ, પોતે રૂપી નથી. જોનાર હોય તેને માટે સિદ્ધશિલા રૂપી છે. પણ સિદ્ધ પોતે રૂપી નથી એટલે બીજા કોઈ રૂપી પદાર્થ જ નથી ત્યાં આગળ. રૂપી પદાર્થ હોત તો પાછા આત્માની જોડે
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy