SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) સૂક્ષ્મ દેહ-કારણ દેહ, અરૂપી છતાં કેવળજ્ઞાતમાં રૂપી પ્રશ્નકર્તા : મરતી વખતે આત્મા શરીરના જે હોલ છે તેમાંથી નીકળે છે, તો પ્રશ્ન થાય છે કે આત્મા અરૂપી છે, રૂપી નથી તો એને હોલની જરૂર શું ? એને હોલની જરૂર નહીંને ? ૧૯૮ દાદાશ્રી : આત્મા એકલો નથી હોતોને ! આત્મા હોય તો એને જરૂર નથી. આત્મા જોડે સૂક્ષ્મ દેહ હોય છે અને કારણ દેહ, કોઝલ બૉડી હોય છે. એ બે બૉડી એને હોલની જરૂર પડે છે, હોલ વગર એ નીકળી ના શકે. પ્રશ્નકર્તા : એ બૉડી, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર રૂપી છે ? દાદાશ્રી : હા, પણ તે રૂપી કોને ? તીર્થંકરોને રૂપી છે, લોકોને અરૂપી છે. પ્રશ્નકર્તા ઃ તીર્થંકરોને રૂપી છે ? : દાદાશ્રી : હા, એ કેવળજ્ઞાનથી દેખાય એવું છે. એટલે કોઝલ બૉડી, સૂક્ષ્મ શરીર અને આત્મા આ ત્રણ સાથે જાય છે. એ આત્માનું વેઈટ હોય નહીં અને પેલું કોઝલ બૉડી ને સૂક્ષ્મ શરીરમાં વેઈટ હોય. પ્રશ્નકર્તા : દાદા, રૂપ હોય તો જ વેઈટ હોયને ? દાદાશ્રી : હા, રૂપ ખરુંને પણ તીર્થંકરોને દેખાય એવું. આ લોકોને ના દેખાય. પ્રશ્નકર્તા : આપણને કશું દેખાય નહીં ? દાદાશ્રી : ના દેખાય, આંખેથી કેવી રીતે દેખાય ? પ્રશ્નકર્તા : કેવળજ્ઞાનીઓને સ્પષ્ટ દેખાતું હશે કે ? દાદાશ્રી : હા, એમને સ્પષ્ટ દેખાય. કેવળજ્ઞાતી અરૂપી આત્માતે જાણે, દેખે નહીં' પ્રશ્નકર્તા : આત્મા તો દેખી જ શકે જ નહીંને કેવળજ્ઞાનીઓ ?
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy