SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૪] પરમ જ્યોતિસ્વરૂપ ૧૭૧ પરમ જ્યોતિ સ્વરૂપ થઈ ગયો એટલે જ્યોતિ ઓલવાય નહીં. એ જ ક્ષાયક સમકિત છે. જ્ઞાન-દર્શન તે સુખ એ પસ્ય જ્યોતિ સ્વરૂપ પ્રશ્નકર્તા: આત્માને વિજ્ઞાનરૂપ ગણ્યો એ કેવી રીતે ? દાદાશ્રી : જ્ઞાન એટલે પ્રકાશ. વિજ્ઞાન એટલે પરમ જ્યોતિસ્વરૂપ પ્રકાશ. જ્યોતિ સ્વરૂપ એટલે પ્રકાશક છે. જ્યોતિસ્વરૂપનો અર્થ એ કે ઈનરઆઉટર બધી જ વસ્તુઓને જાણે છે. વસ્તુરૂપે જાણે, અવસ્થારૂપે જાણે, બધી જ રીતે જાણે. જેટલું જાણે એટલું સુખ ઉત્પન્ન થાય. પ્રશ્નકર્તા: જેટલું જાણે એટલું સુખ ઉત્પન્ન થાય ? દાદાશ્રી : હા, જ્ઞાન-દર્શન અને જ્ઞાન-દર્શનના પરિણામે ઉત્પન્ન થતું સુખ, આ ત્રણ ભેગા થાય ત્યારે પરમ જ્યોતિસ્વરૂપ ચૈતન્ય કહેવાય. કેવળ જ્ઞાતા-દ્રષ્ટા-પમાનંદ એ જ પરમ જ્યોતિ જ્ઞાતા-દ્રષ્ટા એ જ અનુભવ અને જ્ઞાતા-દ્રષ્ટા તે વખતે પરમ જ્યોતિસ્વરૂપ કહેવાય. તે વખતે આનંદનો પાર ના હોય. એટલે એ કેવળ જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદ એ જ પરમ જ્યોતિ છે. “કેવળ', ભેળસેળવાળું નહીં, નિર્ભેળ એ પરમ જ્યોતિ છે. એટલે જ્ઞાન-દર્શન અને ચારિત્ર આ ત્રણ કેવળ થાય એનું નામ જ્યોતિ કહેવાય, એનું નામ જ જ્યોતિસ્વરૂપ. હવે કેવળદર્શન અને કેવળજ્ઞાન, એ બે ભેગું રહે એ જ્યોતિસ્વરૂપ થાય. બે ભેગું થાય કે સુખ ઉત્પન્ન થાય. એટલે કેવળજ્ઞાન, કેવળદર્શન સુખ સહિત એનું નામ પરમ જ્યોતિસ્વરૂપ કહેવાય. એની વાત જ જુદીને ! આ થોડી થોડી તમને સુગંધ આવે છે તો આટલો આનંદ રહે છે, તો મૂળ વસ્તુ પામે ત્યારે કેટલો બધો આનંદ આવે ! ઝળકે યો જ્યોતિ સ્વરૂપમાં, તે જ શુદ્ધાત્મા તમે જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક સ્વભાવના થઈ ગયા. એટલે તમારું જોવાનું
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy