SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) દાદાશ્રી : આખા વર્લ્ડની, આખા બ્રહ્માંડની. જ્યાં સુધી લોક છે ત્યાં સુધી, અલોકમાં નહીં. આ બ્રહ્માંડ લોક નથી, આ લોકાલોક છે એટલે લોક વત્તા અલોક. તે આ બધા જ તત્ત્વો લોકની અંદર છે અને અલોકમાં આકાશ એકલું જ તત્ત્વ છે. ૧૭૦ એ અલોકમાં કશું દેખાય નહીં, અહીં પ્રકાશ ફેલાય આ લોકમાં. પૂર્ણ સમજ અને પૂર્ણ અનુભવ એનું તામ જ્યોતિ જ્યોતિસ્વરૂપ એટલે આપણે દીવો પ્રગટાવીએ એ જ્યોતિ નહીં ને સમજ એ જ્યોતિ ? પ્રશ્નકર્તા ઃ દાદાશ્રી : સમજ એકલી નહીં, સમજ અને અનુભવ બે ભેગું થાય ત્યારે જ્યોતિ થાય. અમારી સમજમાં વર્તે અને અનુભવમાં વર્ત્યા કરે એટલે જ્યોતિ મહીં રહે અને પછી એ જ્યોતિ ઊભરાય. જોડે બેઠો હોય તેય સુખિયો થઈ જાય. પ્રશ્નકર્તા : દાદાજી, આપે કીધું કે સમજ અને અનુભવ એ જ્યોતિ. એટલે આ કેરી મીઠી છે એ સમજ અને ખાઈએ ને ગળી વર્તાય અને અનુભવ થાય, એ જ્યોતિ થઈ ? દાદાશ્રી : અનુભવ, એ કેરી આવી હતી એ અનુભવ રહેવો જોઈએ. થિયરેટિકલ એ અનુભવ ના કહેવાય, એ તો સમજ કહેવાય અને પ્રેક્ટિકલ એ અનુભવ છે. પ્રશ્નકર્તા : આપે હમણાં જે કીધું કે સમજમાં આવે અને અનુભવમાં વર્તાય એ એક શબ્દ જ બધી સમજ આપે. બધું જ એમાં આવી જાય. દાદાશ્રી : સમજ ફુલ (પૂર્ણ) ને અનુભવ ફુલ એનું નામ જ્યોતિ. એ જ્યોતિ એ જ જ્ઞાન, એ જ પરમાત્મા. ક્ષાયક સમકિત એ જ પરમ જ્યોતિસ્વરૂપ બાકી જ્યોતિસ્વરૂપ તો અલક્ષ્ય છે, અલખ નિરંજન. કોઈ પણ એવો ઉપાય નથી કે એ લક્ષમાં આવે. એ જ્ઞાની પુરુષ એકલા જ લક્ષ બેસાડે અને પ્રતીતિ બેસાડે, નિરંતર પ્રતીતિ બેસાડે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy