SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ [૭.૨] અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ શુદ્ધાત્માના ગુણધર્મનું આપ્યું ચિંતવત આત્માનો સ્વભાવ જેવો ચિંતવે તેવો જ થઈ જાય. એ એનો ગુણ એટલે લોકોએ જેવો જેવો ચિંતવ્યો, તેવો એનો આત્મા થઈ ગયો છે. હવે મૂળ શું છે? મૂળ ધ્યાન તો શું છે ? એ ચિંતવાનું બહુ મુશ્કેલ છે. તેથી આપણે શુદ્ધાત્માનું લક્ષ બેસાડ્યું અને શુદ્ધાત્માના ગુણધર્મનું આપણે વિવરણ કર્યું. એ જો ગુણધર્મ ને લક્ષ બેઠેલું છે, એ ગુણધર્મનું જો ચિંતવન કર્યા કરે તો તે રૂપ થયા જ કરે દહાડે દહાડે. પોતાનો સ્વભાવ શું છે ? જેવો ચિંતવે તેવો જ થયા કરે, બસ. પ્રશ્નકર્તા ઃ જે જેનું ચિંતવન કરે તે મય થઈ જાય ! દાદાશ્રી : હા, તે રૂપ થઈ જાયને આ બધું. અનેકરૂપે થવાનું કારણ જ એ છે, ને બહુરૂપે થયું છે એનું કારણ જ એ છે. એટલે જેવું ચિંતવે તેવો થઈ જાય આત્મા ને બીજી કોઈ વસ્તુમાં આવો ગુણ નથી હોતો, જેવો ચિંતવે તેવો. “અચિંત્ય ચિંતામણિ રત્ન” કહેવાય. પ્રશ્નકર્તા : જેનું કરીએ ચિંતવન તેવો જ થઈ જાય, અનંતાનંત ગુણી સ્વાભાવિક સ્વાધ્યાય, દાદાને દર્શને જ્ઞાન જે સમજી જાય. -નવનીત દાદાશ્રી : અનંત ગુણનું ધામ છે આત્મા, તે જેવું ચિંતવન કરો તેવો થઈ જાય. સ્વાભાવિક જ તે રૂપ થઈ જાય. જ્ઞાની પુરુષનું ચિંતવન કરે તો તેવો થઈ જાય. આ રત્ન ચિંતામણિ તમારા હાથમાં આપ્યો છે. તેનાથી જેવી જોઈએ તેવી શક્તિઓ, પોતાના ગુણધર્મો એક કલાક જ બોલવાથી મળે તેવી છે. તેનો લાભ લેતા આવડવું જોઈએ, રત્ન ચિંતામણિ વાપરતા આવડવું જોઈએ. આ રત્ન ચિંતામણિ એવા છે, વાપરતા ના આવડેને તો બાળી મેલે અને વાપરતા આવડે તો પરમાત્મા બનાવે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy