SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) છે ? આ બંધન જ કરવાપણાથી છે. એટલે આ ખબર નથી, જગતના લક્ષમાં જ નથી કે જેવું આત્મા ચિંતવન કરે તેવો થઈ જાય. શુદ્ધાત્માતું જ્ઞાત જ આપે ‘શુદ્ધ’તું ચિંતવત આપણે તો પેલું શુદ્ધાત્માનું જ્ઞાન આપ્યું, તે હવે ચિંતવન એની મેળે સહજ પ્રકારે રહે. તમને ચિંતવન રહે છે ને આખો દહાડોય ? એ ચિંતવને તમે તમારા રૂપ થયા કરો છો. એક જ ફેરો મારે તમને જ્ઞાન આપવું પડે એટલું જ. પછી થાય કે ના થાય ? આ મુખ્ય ગુણ છે, આત્માનો મુખ્ય ગુણ છે. હવે આ ફેક્ટ જો જગતના લક્ષમાં હોય તો આ બધી માથાકૂટ કોઈ કરે જ નહીં. હવે આ તમને ચિંતવન આપ્યું, તે તમને ચિંતવન શાનું રહે છે આખો દહાડો ? ૧૧૦ પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્માનું રહે છે. દાદાશ્રી : તો શુદ્ધાત્મા થવા માંડ્યા તમે. હવે એ પદ આપે શી રીતે પેલો સામો માણસ ? શી રીતે આપે એ બિચારો, એ જ શુદ્ધાત્મા ના થયેલો હોય ! ચિંતવન બદલાઈ ગયું છે ને ? એ વાત ચોક્કસ થઈ ગઈને ? બધું બદલાઈ ગયું છે ને ? પ્રશ્નકર્તા : હા, હવે શુદ્ધાત્માનું લક્ષ રહે. દાદાશ્રી : પહેલા શાનું કરતા હતા ? પ્રશ્નકર્તા ઃ સંસારનું. દાદાશ્રી : હા, સંસારનું ને જાતજાતનું પાછું. સંસારનું એક જાતનું નહીં. તમે ચિંતવન જુદું કરો ને તમે તેવા થઈ જાવ, આ ચિંતવન આવું કરે ને એ એવા થઈ જાય. જેવું ચિંતવન કર્યું છે તે જ ફળ છે. આ દેખાય છે એના પરથી શું ચિંતવન કર્યું તે દેખાય ખબર પડે આપણને. અને પોતાના સ્વરૂપનું ચિંતવન કર્યું હોય તો પોતે તે રૂપ થઈ જાય. જ્ઞાની એટલે પોતાના સ્વરૂપનું અને સ્વભાવનું જ ચિંતવન થયા કરવું. સ્વરૂપ એટલે ‘પોતે કોણ છું’ એ ડિસાઈડ થવું અને સ્વભાવ એટલે એના ગુણધર્મ, એમાં જ રહ્યા કરવું.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy