SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) સિવાય, એમનામાં બીજી બધી બહુ ચીજો હોય ! દરેક પ્રકારનું, તમે જે માગોને એ બધું મળે. પ્રશ્નકર્તા: આ વ્યાખ્યા તમે પૂરેપૂરી વિકસાવો. દાદાશ્રી : જેનું ચિત્ત નિરંતર પોતાના આત્મામાં રહે છે એ સચ્ચિદાનંદ, જેનું ચિત્ત સહેજે આઘુંપાછું ભટકે નહીં, ગાળ દે તોય ભટકે નહીં, માર મારે તોય ભટકે નહીં. દુનિયાની કોઈ અસર ચિત્તને થાય નહીં, એ છે સચ્ચિદાનંદ. દાદા ભગવાત એ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રશ્નકર્તા : દાદા ભગવાન અને સચ્ચિદાનંદ પરમાત્મા વચ્ચે કોઈ ફરક ખરો ? દાદાશ્રી : દાદા ભગવાન અને સચ્ચિદાનંદ પરમાત્મા વચ્ચે કોઈ ફરક છે નહીં. એ પોતે જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, દાદા ભગવાન. અત્યારે તો સચ્ચિદાનંદ સ્વરૂપ ક્યાં ઓળખવા જાય ? તે ઓળખવાનું આ સાધન છે. એ દર્શન ક્યાં કરે ? આ દેખાય છે એ દાદા ભગવાન હોય. મહીં જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે અરૂપી સ્વરૂપ છે ને તે જ દાદા ભગવાન. પણ દાદા ભગવાનને ઓળખે ક્યાં આગળ? ઓળખાણ પડે નહીં. એટલે ‘દાદા ભગવાન' કહે, એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ, એ જુદું ના હોય. સચ્ચિદાનંદ તો એક જ હોય. નિરાલંબ-સ્વયંસિદ્ધ સચ્ચિદાનંદ ભગવાત પ્રશ્નકર્તા : “સ્વયંસિદ્ધ સચ્ચિદાનંદ' એ સમજાવો. દાદાશ્રી : એ પોતે સ્વયંસિદ્ધ થયેલા છે, પોતે જ સચ્ચિદાનંદ ભગવાન સ્વયંસિદ્ધ, કોકની મદદથી નહીં. નિરાલંબી, અવલંબન નહીં કોઈનું. અવલંબન હોય ત્યારે તો પછી પરવશતા કહેવાય. સુખી જ ના ગણાયને? સ્વયંસિદ્ધ, પોતે પોતાથી જ સિદ્ધ થયેલા. એ જ ભગવાન, એ જ અલ્લાહ. ખુદા જુદા અને અલ્લાહ જુદા. જે ખુદને જાણે અને ખુદમાં જ રહે એ ખુદા અને અલ્લાહ સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy